વિપુલ ચૌધરીની મુક્તિ માટે અર્બુદા સેના જેલ ભરો આંદોલન કરશે
પાલનપુર : ડીસા સસહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલથી વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના સરકાર સામે હલ્લાબોલ શરૂ કરશે. જેમાં આવતીકાલે 20 તારીખે ઉપવાસ, ધરણા, જેલભરો સહિતના કાર્યક્રમો યોજી 30 તારીખે ગાંધીનગર ખાતે ત્રણ લાખથી વધુ લોકો ભેગા થઈ સરકાર સામે વિરોધ દર્શાવશે.
પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી ની અટકાયત બાદ સમગ્ર ગુજરાતમાં ચૌધરી સમાજમાં સરકાર સામે ભારો આક્રોશ ફેલાયો છે. અત્યાર સુધી અર્બુદા સેના એ 92 જેટલી સભાઓ યોજી વિરોધ દર્શાવ્યો છે. ત્યારબાદ હવે આવતીકાલ 20 તારીખથી અર્બુદા સેના દરેક તાલુકા મથકે અને ગામે ગામ ઉપવાસ પર બેસશે, ધરણાં યોજશે, જેલભરો કાર્યક્રમ કરશે અને અંતમાં સરકાર ની આંખો ઉઘાડવા 30 તારીખે ગાંધીનગર ખાતે 3 લાખથી પણ વધુ ચૌધરી સમાજના લોકો ભેગા થઈ મહાપંચાયત યોજી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરશે. અર્બુદા સેના ના પ્રદેશ પ્રવક્તા હરજીત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર તેમ છતાં પણ અમારી વાત નહીં માને તો અમે વિધાનસભા ની ચૂંટણી માં સરકાર ને સમાજ ની તાકાત બતાવીશું.
આ પણ વાંચો : દિવાળીના શુભ મૂહુર્ત : ધનતેરસ થી લઈને લાભપાંચમ સુધીના તહેવારો ક્યારે છે ?