PM મોદીનું રાજકોટમાં આગમાન, ભવ્ય સ્વાગત બાદ રોડ-શો યોજાયો
PM મોદીનું રાજકોટ એરપોર્ટ પર આગમાન થયુ છે. જેમાં એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ PMનો રોડ-શો યોજવામાં આવ્યો છે. તેમાં એરપોર્ટથી પોલીસ હેડ કવાર્ટર વચ્ચે સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુત થઇ છે. તેમજ ગરબા અને વિવિધ રાસ મંડળી રાસ પ્રસ્તુત કરી રહી છે. અને PM મોદી રેસકોર્સમાં જંગી જનસભાને સંબોધન કરશે. તથા શાસ્ત્રી મેદાનમાં હાઉસીંગ કોંકલેવને PM ખુલ્લો મુકશે. જેમાં હાઉસીંગ કોંકલેવમા દેશભરમાંથી હાઉસીંગના નિષ્ણાતો જોડાશે.હાઉસીંગ ડેવલપમેન્ટ અંગેની ટેકનોલોજી અને પ્રેઝન્ટેશન યોજાશે.
વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે રાજકોટ ખાતે પહોંચ્યા છે. વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ પરથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શોમાં ભાગ લઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે રાજકોટમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાતને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ દેવાયો છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ત્રણ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. નવા બ્રિજની ભેટ મળતાં રાજકોટ વાસીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. તથા 120 કરોડના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલ ચોક બ્રિજ, 42 કરોડના ખર્ચે તૈયાર થયેલ રામપીર ચોકનો ઓવરબ્રિજ અને 42 કરોડના ખર્ચે તૈયાર થયેલ નાના મહુવા ઓવર બ્રિજનું લોકાપર્ણ કરાશે. વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે.
મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું
રાજકોટમાં પીએમ નરેન્દ્ર મોદીને આવકારવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આથી આ રસ્તા ઉપર વિશાળ જનમેદની ઉમટી પડી છે. આ રોડ શોમાં વિવિધ સમાજના લોકો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. જે પૈકી આહીર સમાજ, લોહાણા સમાજ, મોઢ વણિક સમાજ, લઘુમતી સમાજ, બ્રહ્મ સમાજ વગેરે દ્વારા વડાપ્રધાનને આવકાર આવ્યા છે.