કર્ણાવતી ક્લબે બમ્પર હાઉસીનુ આયોજન કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ દ્વારા મોટા પાયે હાઉસીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કર્ણાવતી ક્લબમાં વિવધ હાઉસીના આયોજનો થતા રહ્યા છે પરંતુ મોટા લેવલે પ્રથમ વખત રૂ. 1.25 કરોડની મેગા બંપર હાઉસીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કર્ણાવતી દ્વારા આયોજીત આ ઐતિહાસિ હાઉસી હતી કારણ કે આટલા મોટા લેવલ પર આજ સુધી કોઈ પણ હાઉસીનું આયોજન ગુજરાતભરમાં કરવામાં આવ્યુ નથી.
1.25 કરોડની બમ્પર હાઉસીનુ આયોજન
ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી હાઉસી નું આયોજન કર્ણાવતી ક્લબ ખાતે થયું હતું. જે હાઉસીની 5,500 જેટલી ટિકિટો વેચાઈ હતી. ગુજરાતભરમાં અનેક જગ્યાએ હાઉસીનું આયોજન કરવામાં આવતું હોય છે પણ કર્ણાવતી કલબ દ્વારા કોરોના કાળના ત્રણ વર્ષ બાદ મોટા પાયે 1.25 કરોડની બમ્પર હાઉસીનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
આ વખતનું આયોજન એટલુ અદભૂત હતું કે આ પ્રકારની આજ સુધી કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. આ હાઉસિમાં લગભગ 5,550 જેટલી ટીકિટો પણ વેચાઈ ગઈ હતી. અને હાઉસીના કાર્યક્મમાં મોટી સખ્યાંમાં લોકોએ ઉત્સાહ સાથે હાજરી પણ આપી હતી.
વિજેતાઓને 61 લાખ રૂપિયાનુ કેશ પ્રાઈઝ
આ હાઉસીની ખાસિયત એ હતી કે હાઉસીમાં આવેલ દરેક લોકોને 6500નું ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યું હતું. તેમજ વિજેતાઓને 61 લાખ રૂપિયાનુ કેશ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. આ અગાઉની ત્રણ વર્ષ પહેલા પણ બમ્પર હાઉસીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જે બાદ કોરોનાના કારણે ત્રણ વર્ષ દરમિયાન હાઉસી થઈ શકી ન હતી. ત્યારે આટલા સમય બાદ ફરીથી હાઉસી યોજાતા અનેક નામી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મોટા લેવલે આયોજન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ હાઉસીમાં વિશેષ લાસ વેગસ થીમ બેઝ પર કરવામાં આવ્યું હતું. જે ડેકોરેશન જોઈ મેમ્બર્સ અને પાર્ટિસિપેન્ટ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હાઉસીના 6 રાઉન્ડ રાખવામાં આવ્યા હતા.
જેમાં છેલ્લા બંપર રાઉન્ડની અંદર પ્રથમ ફૂલ રાઉન્ડમાં 11 લાખ કેશ પ્રાઈઝ તેમજ 5 લાખની અન્ય ગિફ્ટ મળી 16 લાખના ટોટલ ઇનામો અને કેશ પ્રાઈઝ આપવામાં આવ્યા હતા.આ હાઉસીના આયોજન કરી કર્ણાવતી ક્લબે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં સૌથી વધુ મેમ્બરોએ ભાગ લીધો અને તમામ મેમ્બરોને પ્રાઈઝ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
આયોજન અંગે પ્રમુખ એન.જી પટેલે જણાવ્યું હતું કે, મેમ્બરને કોરોના પછી સૌથી સારો એક અવસર મળી રહે અને સૌથી વધુ આનંદ મળે તે માટે આ મોટી અને ઐતિહાસિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મેમ્બર તરફથી ભાગ પણ લેવામાં આવ્યો હતો.