કચ્છ - સૌરાષ્ટ્રધર્મ

કિંગ ઓફ સાળંગપુર : હનુમાનજી મૂર્તિના મુખનુ સંતો-મહંતો દ્વારા થયું ભવ્ય સ્વાગત !

Text To Speech

સાળંગપુરના કષ્ટભંજન હનુમાન મંદિરમાં  54 ફૂટની ગગનચૂંબી મૂર્તિ બની રહેલ છે. આજ આ મૂર્તિનું મુખ સાળંગપુરના મંદિર ખાતે પહોંચતા સંતો અને મહંતો દ્વારા તેની પૂજા કરવામાં આવી. આગામી દિવસોમાં અહી હનુમાનજીની ભવ્યાતિભવ્ય મૂર્તિનું નિર્માણ થશે.

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મદિરમાં  54 ફૂટની હનુમાનજીની બની રહેલ મૂર્તિનું મુખ મંદિરે આવતા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું . સંતો અને મહંતો દ્વારા પૂજા કરવામાં આવી. આગામી દિવસોમાં અહીંયા ભવ્ય મૂર્તિ નિર્માણ પામશે.

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મૂર્તિના મુખનુ સંતો-મહંતો દ્વારા થયું ભવ્ય સ્વાગત..!- humdekhengenews

પ્રોજેક્ટ કિંગ ઓફ સાળંગપુર 

સાળંગપુર કષ્ટભજન મંદિર ખાતે કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજકેટ ચાલી રહ્યો છે. જેમાં મંદિર વિભાગ દ્વારા અહીંયા 54 ફૂટની વિશાળ પંચધાતુની મૂર્તિ મુકવાની કામગીરી ચાલી રહી છે. આ મૂર્તિ હરિયાણાના માનસર ખાતે બની રહી છે, જેના અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે ત્યારે આજે મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતા મંદિરના શાસ્ત્રી હરીપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી.

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મૂર્તિના મુખનુ સંતો-મહંતો દ્વારા થયું ભવ્ય સ્વાગત..!- humdekhengenews

આ પણ વાંચો : સાળંગપુર: 15 દિવસ પછી, 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના થશે દર્શન !

સંતો-મહંતો દ્વારા કરાયું સ્વાગત  

ડી.જે.ના તાલ સાથે વાજતે ગાજતે મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા હાજર રહેલા હરીભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઉઠીયા હતા અને સમગ્ર માહોલ ભકિ્તમય બની ગયો હતો .આગામી દિવસોમાં મૂર્તિનું સપૂર્ણ નિર્માણ થશે.

Botad: 'King of Salangpur Project'

Back to top button