ટોપ ન્યૂઝનેશનલ

તમિલનાડુઃ જયલલિતાના મૃત્યુનો તપાસ રિપોર્ટ કરાયો જાહેર, શશિકલા સહિત આ ચાર પાત્રો શંકાના દાયરામાં

Text To Speech

તમિલનાડુ સરકારે મંગળવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાના મૃત્યુના સંજોગોમાં તપાસ અહેવાલ જાહેર કર્યો. રિપોર્ટમાં તેમના નજીકના મિત્ર વીકે શશિકલાની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય તેમના અંગત ડૉક્ટર સહિત એક વરિષ્ઠ અધિકારી પણ શંકાના દાયરામાં છે. જયલલિતાના મૃત્યુની તપાસ માટે જસ્ટિસ એ.કે. અરુમુગાસ્વામીની અધ્યક્ષતામાં એક સભ્યની સમિતિની રચના કરવામાં આવી હતી. અરુમુગાસ્વામી કમિશનનો 500 પાનાનો અહેવાલ મંગળવારે રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

Jayalalitha's death inquiry report released
Jayalalitha’s death inquiry report released

તપાસ ગુના તરીકે થવી જોઈએ: તપાસ પંચનો અહેવાલ

આ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. તે જણાવે છે કે અમ્મા (જયલલિતા) અને ચિનમ્મા (શશિકલા) વચ્ચેના સંબંધો સારા ચાલી રહ્યા ન હતા. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે અમ્માના મૃત્યુને કુદરતી મૃત્યુ ગણવાને બદલે તેને ગુનો ગણીને તેની તપાસ થવી જોઈએ. અરુમુગાસ્વામી પંચે પણ તેમના મૃત્યુની વિગતવાર તપાસની ભલામણ કરી છે.

Jayalalitha's death inquiry report released
Jayalalitha’s death inquiry report released

 રિપોર્ટમાં આ ચાર સામે તપાસની ભલામણ કરવામાં આવી

વન-મેન કમિશને રાજ્ય સરકારને જયલલિતાના સાથી વી.કે. શશિકલાની નિમણૂક કરવા જણાવ્યું હતું, તેમના સારવાર કરતા ડૉક્ટર એસ. શિવકુમાર, તત્કાલીન આરોગ્ય પ્રધાન સી. વિજય ભાસ્કર અને આરોગ્ય વિભાગના તત્કાલીન અગ્ર સચિવ જે. રાધાકૃષ્ણન સામે તપાસની ભલામણ કરવામાં આવી છે.

Jayalalitha's death inquiry report released
Jayalalitha’s death inquiry report released

જયલલિતાનું 5 ડિસેમ્બર 2016ના રોજ અપોલો હોસ્પિટલમાં અવસાન થયું હતું

બે મહિના સુધી હોસ્પિટલમાં દાખલ તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાનું 5 ડિસેમ્બર 2016ના રોજ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ પછી જારી કરાયેલા મેડિકલ બુલેટિનમાં તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું. શશિકલા બિમાર પડવાથી લઈને મૃત્યુ સુધી જયલલિતા સાથે હતી.

 તેમના મૃત્યુ પર AIDMKના ઘણા નેતાઓએ પણ સવાલો ઉઠાવ્યા હતા

જયલલિતાની પાર્ટી એઆઈડીએમકેના કેટલાક નેતાઓએ તેમના મૃત્યુ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમની સાથી શશિકલા અને તેમના પરિવારના સભ્યોએ આ મામલે ઘણું છુપાવ્યું હતું. આ પછી પલાનીસ્વામીની સરકારે તપાસ શરૂ કરી.

Jayalalitha's death inquiry report released
Jayalalitha’s death inquiry report released

 શશિકલાએ તપાસ રિપોર્ટ પર આ પ્રતિક્રિયા આપી હતી

અરુમુગાસ્વામીની તપાસ સમિતિના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા એઆઈડીએમકેના નિષ્કાસિત નેતા શશિકલાએ કહ્યું, “હું રિપોર્ટમાં મારા પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢું છું. હું જે. જયલલિતાની તબીબી સારવારમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. હું આ તપાસનો સામનો કરવા તૈયાર છું. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાંમાં સારવાર દરમિયાન અમેરિકાના એક કાર્ડિયો સર્જન ડૉ. સમીન શર્માએ જયલલિતાને એક મહત્વની કાર્ડિયો સર્જરી કરાવવાની સલાહ આપી હતી. ડૉક્ટર અનુસાર આ સર્જરી તેમના જીવ બચાવવા માટે જરૂરી હતી. ડૉક્ટરે 25 નવેમ્બર 2016માં જયલલિતાની તપાસ કરી હતી ત્યારે જયલલિતા ભાનમાં હતા અને તેમણે સર્જરી કરાવવા માટે તૈયારી પણ દર્શાવી હતી. જોકે, આ સર્જરી કરવામાં આવી નહતી. આવુ ત્યારે થયુ જ્યારે બ્રિટનના એક ડૉક્ટરે કહ્યુ કે સર્જરીની જરૂર નથી. તપાસ કમિશને આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે જ્યારે ડૉ. શર્મા સર્જરી કરવા તૈયાર હતા તો બ્રિટનથી ડૉક્ટર લાવવાની કેમ જરૂર પડી હતી.

Jayalalitha's death inquiry report released
Jayalalitha’s death inquiry report released

ડોક્ટરોએ રમત રમી ?

એજન્સીના રિપોર્ટ અનુસાર હૉસ્પિટલના ડૉક્ટરોએ એક રમત રમી હતી અને એન્જિયોગ્રાફીને બાયપાસ કરી દીધી જેથી શક્તિના કેટલાક કેન્દ્રને કન્વીસ કરી શકાય. આ વચ્ચે એક ડૉક્ટરે પોતાનો વિચાર રજુ કરતા કહ્યું કે આ સર્જરીને ટાળી શકાય છે.

Jayalalitha's death inquiry report released
Jayalalitha’s death inquiry report released

શશિકલાના કહેવા પર ડૉક્ટર સારવાર કરતા

તો બીજી તરફ તપાસ કમિશનનું કહેવુ છે કે શશિકલા એકમાત્ર વ્યક્તિ હતી જેને ડૉક્ટર સંપર્ક કરી રહ્યા હતા અને સલાહ લઇ રહ્યા હતા. કમિશન અનુસાર એપોલો હૉસ્પિટલના ડૉક્ટર સારવાર દરમિયાન શશિકલાની પરવાનગી બાદ જ સારવારની પ્રક્રિયાને આગળ વધારતા હતા. તપાસ કમિશને જયલલિતાના મોતની ટાઇમિંગ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે અને તપાસના નિષ્કર્ષ પણ તેની વ્યાપક અસર ગણાવી છે. જયલલિતાના મોતનો ઓફિશિયલ સમય 5 ડિસેમ્બર 2016માં 11.30 વાગ્યે રાતનો બતાવવામાં આવ્યો છે પરંતુ તપાસ કમિશે પેરામેડિકલ સ્ટાફના નિવેદન બાદ તેમાં ઘણો તફાવત જોવા મળ્યો. જેમાં મળતી માહિતી મુજબ નર્સ, ટેકનિશિયન અને ડ્યૂટી પરના ડૉક્ટરોએ આ સ્પષ્ટ કહ્યુ કે જયલલિતાને 4 ડિસેમ્બર, 2016માં બપોર પછી 3.50 વાગ્યા પહેલા કાર્ડિક ફેલિયોર થયો હતો અને તેના હદયમાં કોઇ ઇલેક્ટ્રિક એક્ટિવિટી નહતી થઇ રહી અને ના તો બ્લડ સર્કુલેશન થઇ રહ્યુ હતુ.રિપોર્ટ અનુસાર જયલલિતાને CPR મોડા આપવામાં આવ્યુ હતુ. દાવો કરવામાં આવ્યો કે તેને 4.20 મિનિટ પર CPR આપવામાં આવ્યુ હતુ. જેનાથી ખબર પડે છે કે 4 ડિસેમ્બર 2016માં બપોરે 3.50 વાગ્યે તેમનું નિધન થયુ હતુ અને સીપીઆર અને સ્ટર્નોટૉમીનો પ્રયાસ વ્યર્થ હતો અને આ ઘટનાઓને તેમની મોતના ઓફિશિયલ જાહેરાતમાં મોડુ થયુ અને જસ્ટિફાઇ કરવા માટે એક ચાલના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનની હેકડી કાઢી નાખશે વાયુસેના, ભારત સરહદ પાસે બનાવશે એરબેઝ, PM મોદીએ કર્યો શિલાન્યાસ

Back to top button