કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે – 7897 ને કુલ મત સાથે બન્યા છે. જ્યારે શશિ થરૂર –1072 ને મત મળ્યા તો Invalid મત – 400 રહ્યા છે. 9500 જેટલા સભ્યોએ મતદાન કર્યા પછી આજે કોંગ્રેસના પ્રમુખ માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
#CongressPresidentElection | Mallikarjun Kharge wins the Congress presidential elections with 7897 votes, Shashi Tharoor got about 1000 votes; 416 votes rejected
(File photo) pic.twitter.com/fyBtRF9Tex
— ANI (@ANI) October 19, 2022
80 વર્ષના મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બનવાની વાત પહેલાંથી જ હતી. કારણ કે તે એ ગાંધી પરિવારની પસંદગી છે જેમની ઈચ્છા વિના પક્ષનું એક પાંદડું પણ હલતું નથી.આ સોમવારે દેશભરમાં કોંગ્રેસના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં કોંગ્રેસના 9 હજારથી વધુ પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું. દેશભરમાંથી તમામ મતપેટીઓ દિલ્હી લાવવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે દિવાળી પછી કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાનાર કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચૂંટાયેલા પ્રમુખ ચાર્જ સંભાળશે.
આ પણ વાંચો : કોંગ્રેસની કમાન કોને, ખડગે કે થરુર? 2024ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ કોના નેતૃત્વમાં લડશે?
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના પ્રમુખ મધુસુદન મિસ્ત્રી પરિણામોની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં પક્ષના 9 હજારથી વધુ પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું.સમાચાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે દરેક પક્ષના પાંચ એજન્ટો મતગણતરીનું નિરીક્ષણ કરશે જ્યારે બંને પક્ષોના બે એજન્ટોને રિઝર્વ રાખવામાં આવશે.
ગાંધી પરિવારનો દબદબો તો યથાવત રહશે
કોંગ્રેસ ભલે ગમે તેટલો દાવો કરે પરંતુ લગભગ બે દાયકા પછી યોજાયેલી પ્રમુખપદની ચૂંટણી એક ઔપચારિકતા હતી એવા નિષ્કર્ષ પર આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એ જ રીતે, એ પણ સ્પષ્ટ છે કે ગાંધી પરિવાર પાર્ટી પરની પકડ છોડવા તૈયાર નથી. તેથી જ તેમણે મલ્લિકાર્જુન ખડગેમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. જે કોઈને પણ પડકારી શકે તેમ નથી. જો ગાંધી પરિવાર પહેલાની જેમ પાર્ટીના તમામ નિર્ણયો લેવાનું ચાલુ રાખશે તો મલ્લિકાર્જુન ખડગેને પડકારી રહેલા શશિ થરૂરની જેમ કોંગ્રેસમાં કોઈ મૂળભૂત પરિવર્તનની આશા નથી.