ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત

અમદાવાદમાં બનવા જઈ રહ્યો છે દુનિયાનો સૌથી મોટો મોલ, આ કંપની કરશે કરોડોનું રોકાણ

Text To Speech

અમદાવાદીઓ માટે મોટા સમાચાર હવે UAE સ્થિત લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ અમદાવાદમાં ભારતનો સૌથી મોટો શોપિંગ મોલ સ્થાપવા જઈ રહી છે જેની માટે ₹3,000 કરોડની મૂડી સાથે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. લુલુ ગ્રૂપના માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સના ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું કે શોપિંગ મોલનું બાંધકામ 2023ની શરૂઆતમાં શરૂ થશે. લુલુ ગ્રૂપના માર્કેટિંગ ડિરેક્ટર વી નંદકુમારે જણાવ્યું હતું કે અમદાવાદમાં આધુનિક સુવિધાઓથી સજ્જ મોલ બનાવવાની તેઓ તૈયારી કરી રહ્યા છે.

ગુજરાતમાં રોજગારીની તક ઉભી 

અમદાવાદમાં મોલની કામગીરી શરૂ થતા જ લગભગ 6,000 લોકોને સીધી જ રોજગારી મળશે. લુલુ પાસેથી મળેલી માહિતી મુજબ મોલ બનાવવા માટે જમીન ખરીદવાનું કામ અંતિમ તબક્કામાં કરવામાં આવનાર છે. કંપનીએ કહ્યું કે મોલનું નિર્માણ કાર્ય 2023 એટલે કે આવતા વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. તેમજ આ મોલની શરુઆત થતા જ અમદાવાદીઓને અનેક સુવિધાઓથી સજ્જ મોલ મળશે. જેથી અમદાવાદીઓને અનેક વસ્તુ એક જ મોલમાંથી મળી રહે તેવી સુવિધા ઉભી કરવામાં આવશે.

મોલમાં સૌથી મોટો ચિલ્ડ્રન એમ્યુઝમેન્ટ પાર્ક બનશે

અમદાવાદમાં બની રહેલા લુલુ મોલમાં કુલ 300 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સ્ટોર્સ હશે. 3,000 લોકોની ક્ષમતાવાળી રેસ્ટોરન્ટ હશે. 15 સ્ક્રીનનો મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ પણ હશે. કંપનીએ કહ્યું કે આ મોલમાં ભારતનો સૌથી મોટો ચિલ્ડ્રન એમ્યુઝમેન્ટ પાર્ક ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી દુબઈના પ્રવાસે ગયા હતા. ત્યાં તેણે લુલુ ગ્રુપ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. એમઓયુ હેઠળ, લુલુ ગ્રુપ અમદાવાદ, ગુજરાતમાં એક મોલ ખોલવા જઈ રહ્યું છે.

લુલુ ગ્રુપનો લખનૌમાં પણ એક મોલ

તમને જણાવી દઈએ કે લુલુએ આ વર્ષે જુલાઈમાં લખનૌમાં એક મોલ ખોલ્યો હતો. લુલુનું હેડક્વાર્ટર અબુ ધાબીમાં છે. આ જૂથ કુલ 23 દેશોમાં બિઝનેસ કરે છે. આ જૂથનું વાર્ષિક ટર્નઓવર US$8 બિલિયન છે. લુલુ ગ્રુપમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા 60,000થી વધુ છે. આવી સ્થિતિમાં લુલુ ગ્રુપ ગુજરાતના અમદાવાદમાં પણ મોલ ખોલવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે કુલ રૂ. 3,000 કરોડનું રોકાણ કરવામાં આવશે અને અમદાવાદનો મોલ ભારતનો સૌથી મોટો મોલ હશે.

આ પણ વાંચો:અમદાવાદમાં ભાડજ સર્કલ પર 73.33 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ 

Back to top button