ગાંઘીનગરમાં ડિફન્સ એક્સપોનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન
સંરક્ષણ ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે, ભારતનું “અત્યાર સુધીનું સૌથી મોટું” સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સ એક્સ્પો 2022ની પીએમ મોદીએ શરુઆત કરાવી છે. જેમાં આજરોજને પીએમ મોદીની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ ઇવેન્ટની 12મી આવૃત્તિ છે જેનું આયોજન ‘પથ ટુ ગૌરવ’ થીમ પર કરવામાં આવ્યું છે.
મદાવાદના મેયરે એરપોર્ટ પર પીએમનું સ્વાગત
આજે ડિફેન્સ એક્સ પોના કાર્યક્રમનું પીએમ મોદી ઉદઘાટન કર્યુ છે. પીએમ મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે તેઓનું રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના મેયરે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ PM મોદી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કર્યુ છે જે બાદ તેઓ ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવશે. મંગળવારે પત્રકારો સાથે વાત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે દેશની વધતી તાકાતને ડિફેન્સ એક્સપો 2022માં દર્શાવવામાં આવશે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના ધ્યેયને હાંસલ કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
એક્સપોમાં માત્ર સ્વદેશી કંપનીઓ
આ વર્ષનો ડિફેન્સ એક્સ્પો એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વખતે તેમાં માત્ર સ્વદેશી કંપનીઓ જ ભાગ લઈ રહી છે અથવા તો એ જ વિદેશી કંપનીઓ એટલે કે OEM (ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ) સામેલ થઈ રહી છે કે જેઓ કાં તો ભારતીય કંપની અથવા તેમની સાથે જોઈન્ટ વેન્ચર ધરાવે છે. સબસિડિયરી અથવા સબસિડિયરી કંપની. ભારતમાં છે.
ભારત અગ્રણી દેશોની યાદીમાં સામેલ થશે
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે દ્વિવાર્ષિક પ્રદર્શનનું આયોજન મિત્ર દેશોની જરૂરિયાતો તેમજ ભારતીય એરોસ્પેસ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રોને ટેકો આપવા માટે દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે અમૃત સમયગાળા દરમિયાન આયોજિત આ ડિફેન્સ એક્સ્પો દર્શાવે છે કે આગામી 25 વર્ષમાં ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અગ્રણી દેશોની યાદીમાં સામેલ થઈ જશે. વડા પ્રધાન મોદીના પ્રસિદ્ધ નેતૃત્વ હેઠળ, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સંપૂર્ણ જુસ્સા અને સમર્પણ સાથે આગળ વધી રહ્યું છે.
ડિફેન્સ એક્સ પોની શરુઆત બાદ પીએમ મોદી સ્કૂલ ઓફ એક્સેલન્સના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં અડાલજમાં ત્રિમંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જે બાદ બપોરે બાદ PM મોદી રાજકોટ જવા રવાના થશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: રૂ.15,670 કરોડની ગુજરાતને મળશે ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ