ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ગુજરાત ઈલેક્શન: કોળી સમાજના દિગ્ગજ નેતા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ

Text To Speech

ગુજરાત ઈલેક્શનને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. હિમાચલની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે હવે ગમે ત્યારે ગુજરાત ઈલેક્શનની પણ જાહેરાત થઈ શકે છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં બદલાવ આવતો જોવા મળી રહ્યો છે. ચૂંટણી ટાંણે ભાજપ કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડાએ ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ટેકેદારો સાથે મનુભાઈ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના અનેક નેતા એ ઈલેક્શન પહેલા જ કેશરીઓ ધારણ કર્યો હતો ત્યારે ગતરોજ કોંગ્રેસે ભાજપને વળતો જવાબ આપ્યો છે. જેમાં કોળી સમાજનાં ભાજપના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓએ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે વિધિવત કોંગ્રેસમાં જોડાયા છે.

MANUBHAI- HUM DEKHENEGE NEWS
ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

કોણ છે મનુભાઈ ચાવડા

મનુભાઈ ચાવડા ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે તેમજ ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે. આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. એસ.સી.એસ.ટી., ઓ.બી.સી.(sso) મહાસંઘના પ્રદેશ પ્રમુખ પણ છે. અને રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના સંયોજક પણ હતા.

અશોક ગહેલોત ની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા

કોળી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્સર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ની ઉપસ્થિતિમાં 500 થી પણ વધારે સમર્થકો સાથે મનુ ચાવડાએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો. કોંગ્રેસ પ્રવેશ સાથે જ મનુભાઈ ચાવડાને ગારીયાધાર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પણ માનવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસમાં જોડાતા જ મનુુ ચાવડાએ ભાજપ વિરુદ્ધ આ કહ્યુ

કોંગ્રેસ અને અન્ય પાર્ટીના નેતાઓ સત્તાધારી પાર્ટી ભાજપમાં જોડાય છે. ત્યારે મનુભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાતા મનુભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે અત્યારે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાવુ પસંદ કર્યું છે. હાલની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને નાના અને મધ્યમ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં થયું છે. અને તેવો પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: રૂ.15,670 કરોડની ગુજરાતને મળશે ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Back to top button