ઉત્તર ગુજરાતગુજરાતદિવાળી

બનાસકાંઠા : સુરક્ષા સાથે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવશો

Text To Speech
  • બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની અપીલ

પાલનપુર : દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સુરક્ષા સાથે દિવાળીનો તહેવાર ઉજવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર- પાલનપુરના જણાવ્યા પ્રમાણે ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાએ નીચે મુજબની કાળજી રાખવી જરૂરી છે.

દિવાળી-humdekhengenews

શું કરવું ?

વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા, સૂકી રેતી અથવા પાણી ભરેલી બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી, ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા, ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા, ફટાકડાને અગરબત્તીથી તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવા, ફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવું, જો ફટાકડા ના સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું, ફટાકડાના બોક્સ કે જથ્થાને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવું, જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય ત્યારે થોભો, ફટાકડાને દૂર કરો અને જમીન પર આળોટો જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો, દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જ્યાં સુધી બળતરા થાય ત્યાં સુધી, યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો.

દિવાળી-humdekhengenews

શું ના કરવું ?

નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહિ પરંતુ તેમની સાથે વડીલોએ અવશ્ય હાજર રહેવું, ગીચતાવાળી, જગ્યા સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા, પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા, રસ્તા ઉપર કે અન્ય કોઈ જાહેર સ્થળ ઉપર ફટાકડા ફોડવા નહિ, ફટાકડાને ક્યારેય હાથમાં પકડીને ફોડવા નહિ, ફટાકડાને કોઈ પણ સમયે ખિસ્સામાં રાખવા નહિ, કોઠીને હાથમાં પકડીને સળગાવવી નહિ, ફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા/ લાંબા વસ્ત્રો પહેરવા નહિ, સળગતા ફટાકડા કોઈની ઉપર ફેંકવા નહિ, રોકેટને ઝાડ નીચે કે કોઈ અવરોધ પાસે ન સળગાવતા ખુલ્લી જગ્યામાં જ સળગાવવું, ફટાકડાને કારણે આંખમાં ઈજા થઈ હોય તો આંખો મશળવી નહિ, તાત્કાલિક આંખોના નિષ્ણાંતનો સંપર્ક કરવો. “દીપાવલી પ્રકાશનો પર્વ છે જેથી ધુમાડા કે અવાજથી તેને દૂષિત ન કરીએ.” આપાતકાલીન પરિસ્થિતીના સમયે આપેલ 02742-250627 / 251627 / તથા ટોલ ફ્રી નં.1077 ફોન નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરવો.

આ પણ વાંચો : રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને સરકારની મોટી ભેટ

Back to top button