પાલનપુર : રૂ. 1000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર ડીસા એરબેઝનું આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમૂર્હત
- એરફોર્સ સ્ટેશન 2024 સુધીમાં તૈયાર થશે
- કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ, રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી રહેશે ઉપસ્થિત
પાલનપુર : ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને લાખણી તાલુકાના નાંણી ખાતે રૂ.1000 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર એરબેઝ રન-વે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આવતીકાલ તા.19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર ડિફેન્સ એકસ્પો કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવશે.
લાખણી તાલુકાના નાંણી ખાતે આવતીકાલ સવારે-9:00 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, સંસદ સભ્ય અને ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લામાં કુલ-4500 એકર જમીનમાં રૂ. 1000 કરોડના ખર્ચથી આકાર પામનાર આ એરફોર્સ સ્ટેશન 2024 સુધીમાં તૈયાર થશે. ભારત-પાકિસ્તાન સરહદથી 130 કિ.મી.નું અંતર ધરાવતું આ એરબેઝ વ્યૂહાત્મક રીતે ખુબ ઉપયોગી સાબિત થશે અને સરહદી સુરક્ષામાં વધારો થશે.
આ પણ વાંચો : વડોદરા : ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ બંધ કરાવનાર PIની 24 કલાકમાં જ બદલી, આતો કેવો નિયમ ?