રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને સરકારની મોટી ભેટ
ગુજરાત રાજયના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને સરકારે મોટી ભેટ આપી છે ત્યારે આ વખતે દિવાળીમાં ગરીબ અને મઘ્યમ વર્ગના પરિવારોને વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલનું રાહત દરે વિતરણ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે જેની આજરોજને જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે
ખાંડ અને સીંગતેલ આપવાનો સરકારનો નિર્ણય
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ની અવધિ ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે ત્યારે 71 લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને થશે લાભ મળવા જઈ રહ્યા છે ત્યારે બીજી એક ભેટ આપીને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.
વાઘાણીએ કરી જાહેરાત
મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે. તેમજ, હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી 32 લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂ.15 અને રૂા.૨૨ પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે. તેમજ તમામ ૭૧ લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લીટર સીંગતેલ રૂ 100ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વિનામૂલ્યે અનાજનું વિતરણ
ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -૨૦૨૨ માસ સુધી લંબાવાઈ છે.આ યોજના હેઠળ માહે ઑક્ટોબર-2022 માસ માટે 71 લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ 1 કિ.ગ્રા. ઘઉં તથા 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા. 15 થી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.
આ પણ વાંચો : PM મોદીએ દિવાળી પહેલા ગુજરાતના લોકોને આપી મેડિકલની મોટી ભેટ