ગુજરાતચૂંટણી 2022

ચૂંટણી પંચે અનેક કંપનીઓ સાથે કર્યા MOU, જો નહિ કરો મતદાન તો ચડશો કંપનીના ચોપડે

Text To Speech

સામાન્ય રીતે ચૂંટણીની ગરમા ગરમી જે રીતે સોશ્યલ મીડિયા પર થતી હોઈ છે, તેનાથી વિપરીત મતદાન કેન્દ્રો ઠંડા જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થતુ આવ્યું છે. વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન સૌથી ઓછી મતદાન ટકાવારી ધરાવતા સાત જિલ્લાઓમાં ચાર મેટ્રોપોલિટન શહેરો હતા. આ કારણે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચએ અનેક કંપનીઓ સાથે MOU કર્યા છે.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા રાજ્યમાં વધુ 16 ડે. કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી

મતદાન નહીં કરનાર કર્મચારીઓની યાદી ઓફીસના નોટિસ બોર્ડ કે વેબસાઈટ પર મુકવામાં આવશે

ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસ સાથે ચૂંટણી પંચે કરાર કર્યા છે. આ કરાર હેઠળ કોર્પોરેટ હાઉસના કર્મચારીઓ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરે છે કે નહિ તેની નોંધ લેવામાં આવશે. મતદાન નહીં કરનાર કર્મચારીઓની યાદી બનાવી તેને ઓફીસના નોટિસ બોર્ડ કે વેબસાઈટ પર મુકવામાં આવશે.

જૂન 2022માં ચૂંટણી પંચે કેન્દ્ર તથા  રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને 500 થી વધુ કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ કંપનીઓને મતદાન માટે પ્રોત્સાહીત કર્યા હતા. આ કંપનીઓમાં જો કોઈ પણ કર્મચારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરે તો, તેવા કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા પણ જણાવ્યું હતું,

233 જેટલાં MOU પર કર્યા હસ્તાક્ષર

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી ભારતીએ કહ્યુ હતું કે, “અમે 233 મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)પર હસ્તાક્ષર કર્યા છે. જે અમને ચૂંટણી પંચની માર્ગદર્શિકાના અમલમાં મદદ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત અમે 1,017 ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કર્મચારીઓની ચૂંટણીમાં ભાગીદારી પર નજર રાખીશું.”

પી ભારતીને ખાસ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગુજરાતના 100થી વધુ કર્મચારીઓ ધરાવતા  ઉદ્યોગો પર નજર રાખવી. આવા એકમોએ નોડલ અધિકારી તરીકે કંપનીના HR અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જે કર્મચારીઓ મતદાન નહીં કરે તેમની યાદી બનાવી કંપનીના નોટીસ બોર્ડ કે વેબસાઈટ પર મુકશે. તે સિવાય રાજ્ય સરકારના કર્મચારીઓ તથા જાહેર ક્ષેત્રના એકમોમાં પણ જો કોઈ મતદાન નહિ કરે તો તેમણે ટ્રેક કરવામાં આવશે.

Back to top button