રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારે ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી લઇને કાયદેસર કરવા માટેની જાહેરાત કરી છે. જેમાં રાજ્યભરની અંદર જેટલી પણ બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં પાર્કિંગ નથી. તે સહિતના કેટલાક મુદ્દાઓ છે કે જેમાં ઇમ્પેક્ટ ફી દ્વારા રેગ્યુલર કરવાની વાત હતી.
ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી વિધેયકની અંદર મહત્વનો સુધારો કરવામાં આવ્યો .આ સમગ્ર મુદ્દો રાજ્યપાલને પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે સરકારના નવા સુધારાને રાજ્યપાલે બહાલી આપી દીધી છે એટલે કે મંજુરી આપી દીધી છે. ત્યારબાદ ઇમ્પેક્ટ ફી વિધેયકને લઇ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો : કેદારનાથના હેલિકોપ્ટર ક્રેશમાં ત્રણ ગુજરાતની દીકરીઓના મોત, રાજ્ય સરકારે વ્યક્ત કર્યો શોક
ક્યારથી લાગુ થશે નિયમ
ઈમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે.50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નિયત કરાઈ છે. 50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. તેમજ ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતર માળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.
ઇમ્પેક્ટ ફી શું છે?
રાજ્યના શહેરી વિસ્તારમાં રહેણાંક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે. જોકે આ બાંધકામ જાહેર સ્થળ કે માર્ગને અડીને આવેલું હોવું ન જોઈએ. આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.
આ પણ વાંચો : ગુજરાતની 3 મેડિકલ કોલેજોમાં MBBS ની 45 સીટનો ઉમેરો કરાયો