આપ નેતા મનીષ સિસોદિયા ગુજરાત પહોંચતા હુંકાર, હું કોઈથી ડરવાનો નથી
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત દરેક પાર્ટી પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. આ માટે પાર્ટીઓના દરેક મોટા નામ રાજ્યની મુલાકાત લઇ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આમ આદમી પાર્ટી તરફથી દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આજે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
Gujarat के लोगों में उम्मीद जागी है कि Delhi के Schools अच्छे हो सकते हैं तो गुजरात के भी हो सकते हैं।
और BJP, CBI-ED का दुरुपयोग करके मुझे यहां आने से रोकना चाहती है।
पर लोग मन बना चुके हैं और परिवर्तन होकर रहेगा।????
—श्री @msisodia #ParivartanAaveChe pic.twitter.com/SBLlhKxKEz
— AAP (@AamAadmiParty) October 18, 2022
આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ CBI દ્વારા થયેલી અટકાયત અંગે બોલ્યા કે ED અને CBIનો ઉપયોગ કરી ભાજપ તેમને ગુજરાતમાં આવતા રોકવા માંગે છે. તેમણે કહ્યું કે હું કોઈનાથી ડરવાનો નથી, સત્યમાં ઘણી જ તાકાત હોય છે અને સત્ય સામે આવીને રહેશે. મનીષ સિસોદિયાના 2 દિવસની મુલાકાતમાં દરમિયાન વિવિધ વિસ્તારમાં પદયાત્રા કરવાના છે.
આ પણ વાંચો : ગુજરાત ચુંટણી 2022 : ગુજરાતમાં બદલાવની આંધી ફૂંકાઇ છે : કેજરીવાલ
સૌથી મહત્વની વાત એ છેકે તેઓ અમદાવાદમાં ભાજપના ગઢ ગણાતા અસારવા વિધાનસભામાં કલાપીનગરથી બળિયાલીમડી, હોળીચકલા, મોહનસિનેમા થઈને અસારવા અભિષેક એસ્ટેટ સુધી પદયાત્રા કરવાના છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકતાઓ જોડાશે.
दो दिन के लिए गुजरात जा रहा हूँ. इस बार के चुनाव में गुजरात का हर परिवार अपने बच्चों के लिए अच्छे स्कूल लाने वाली सरकार चुनेगा. @ArvindKejriwal जी ने गारंटी दो है कि पाँच साल में ही गुजरात के हरेक स्कूल को दिल्ली जैसा शानदार बनाएँगे. https://t.co/I5S56BvXSw
— Manish Sisodia (@msisodia) October 18, 2022
સત્તા આવશે તો સ્કૂલો સારી બનાવીશું
સોમવારે મનીષ સિસોદિયાને સમન્સ આપવામાં આવતા તેઓ CBI કચેરીમાં હાજર થયા હતા. તે અંતર્ગત અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાત ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે ત્યાં સુધી તેઓ મનીષને જેલમાં રાખશે જેથી તેઓ ગુજરાતમાં પ્રચાર માટે ન આવી શકે. આજે સવારે જ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, હું બે દિવસ માટે ગુજરાત આવી રહ્યો છું. આ વખતની ચૂંટણીમાં ગુજરાતનો દરેક પરિવાર પોતાના બાળકો માટે સારી સ્કૂલ લાવનાર સરકારને પસંદગી કરશે. અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી છે કે પાંચ વર્ષમાં ગુજરાતની દરેક સ્કૂલને દિલ્લીની સ્કૂલો જેવી બનાવીશું.