ગુજરાત

કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ્યા, ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચુક્યા છે

Text To Speech

અમદવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ઘણાં રાજકીય નેતાઓ પક્ષપલટો કરતા હોય છે. મોટા ભાગે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા નેતાઓની સંખ્યા વધુ છે. પરંતુ ઘણાં સમય બાદ આ ટ્રેન્ડમાં બદલાવ જોવા મળ્યો છે. અને કોળી સમાજના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસમાં જોડાયા છે. પોતાના ટેકેદારો સાથે મનુભાઈ ચાવડાએ કોંગ્રેસ કાર્યલય ખાતે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.

જાણો મનુભાઈ ચાવડાને
મનુભાઈ ચાવડા ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે, આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર પણ તેઓ રહી ચુક્યા છે. મનુભાઈ ઠાકોર-કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે. તેવો અનેક સામાજિક શૈક્ષણિક  સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં કોળી સમાજમાં મનુભાઈનું ભારે વર્ચસ્વ છે. મનુભાઈ SC-ST-OBC (SSO) મહાસંઘના પ્રદેશ પ્રમુખ છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં મનુ ચાવડાનો પ્રવેશ કરવામાં આવ્યો. ત્યારે આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય રૂત્વિક મકવાણા સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button