ચૂંટણી પહેલા રાજ્યમાં વધુ 16 ડે. કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી
રાજ્યમાં ચૂંટણીલક્ષી મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. જેમાં રાજ્યના મહેસુલ વિભાગે વધુ 16 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં બે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમજ 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા.
આ પણ વાંચો : ગાંધીનગર : મહેસુલ વિભાગનો વધુ એક ઓર્ડર, 70 મામલતદારોની બદલી, 28 ના.મામ.ને પ્રમોશન
આ સાથે જ ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર જમીન સંપાદનના હરેશ મકવાણાને પંચમહાલ જિલ્લા પંચાયતમાં અને હાલોલના પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીને ભચાઉ પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.
જામનગર સિવીલ ડીફેન્સના વી.કે.ઉપાધ્યાયને ભાવનગર સિવીલ ડીફેન્સમાં નિમણૂક આપવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા એ.ડી.વણઝારાને બઢતી સાથે ગાંધીનગર કલેકટર કચેરીમાં ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. ગાંધીનગરના ડે.મ્યુ. કમિશનર કે.પી.જેઠવા અને જી.પી.એસ.સી.ના નાયબ સચિવ ગૌરવ પંડયાની બદલીનો અગાઉનો હૂકમ રદ્દ કરવામાં આવ્યો છે.
અગાઉ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા છે. જેમાં વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ આપ્યા હતા.