ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે બે દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

Text To Speech

ગુજરાત રાજ્યમાં હાલ ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવે વરસાદી માહોલ પણ છવાયેલો જોવા મળે છે. હવામાનની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવતા નવસારીના વાસંદા વિસ્તાર ખાતે વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે આ ઝાપટા બાદ હવે હમાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે હવે ઠંડી અને ગરમીના વાતાવરણ વચ્ચે હવે વરસાદ પણ વરસતા જગતનો તાતને નુકસાનની ભિતી સેવાય રહી છે.

navsari hum dkhenege news
વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા

બે દિવસ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ટાઉન ખડકાલા સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા . જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગત રાત્રીના સમયે અચાનક વાતાવરણ બદલાવા લાગ્યુ હતુ જે બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે. તેમજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી કરતા કરી છે. ત્યારે સ્થાનિક ખેડૂતોનાં નાગલી, ડાંગર જેવા પાંકોને નુકસાન થવાની ભીતિ વ્યાપી રહી છે.

navsari hum dekhnege news
વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો સર્જાયા

બેવડી ઋતુના માહોલ વચ્ચે વાદળછાયું વાતાવરણ

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે ત્યારે રાજ્યમાં પ્રવાસન માટે જાણીતા ડાંગ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. તેમજ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. તો તેની સાથે વરસાદની પણ ભીતી સેવાય રહી છે.જેના લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે.

SAPUTARAR HUM DKEHNEGE NEWS
ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો

નવેમ્બરની શરુઆતથી ઠંડી પણ શરુ

દિવાળી બાદ હવે ઠંડી માટે પણ તૈયાર થઈ જવુ પડશે. નવેમ્બરની શરુઆતથી ઠંડીની પણ શરુઆત થઈ જશે ત્યારે વેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે. તેમજ ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે. દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે. ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે.

આ પણ વાંચો ; ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા, મગફળીના પાકને મોટું નુકસાન

Back to top button