ટોપ ન્યૂઝનેશનલ

ગેંગસ્ટર્સ સામે એક્શન, દિલ્હી-પંજાબ સહિત 5 રાજ્યોના 40થી વધુ ઠેકાણાં પર NIAના દરોડા

Text To Speech

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. NIAએ મંગળવારે દેશભરના અનેક રાજ્યોમાં ઘણાં સ્થળે દરોડા પાડ્યા છે. આ દરોડા ભારત અને વિદેશોમાં રહેતા આતંકવાદીઓ, ગેંગસ્ટર અને ડ્રગ માફિયા વચ્ચેના સંબંધોને ખતમ કરવા માટે કરવામાં આવી છે.

NIAના આ દરોડા દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 40થી વધુ ઠેકાણા પર પાડવામાં આવ્યા છે. લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના સહિત અનેક ગેંગ સાથે જોડાયેલા લોકોના ઠેકાણાં પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ જગ્યાએ દરોડા

  • ઝઝ્ઝરમાં ગેંગસ્ટર નરેશ સેઠીના ઠેકાણા પર NIA દરોડા પાડ્યા. સવારે 4 વાગ્યે NIAની ટીમ સ્થાનિક પોલીસની સાથે નરેશ સેઠીના ઘરે પહોંચી. સેઠીની ગેરકાયદે સંપત્તિ અને બેંક ડિટેઈલની તપાસ ચાલી રહી છે. પરિવારના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેંગસ્ટર સેઠી હત્યા, ખંડણી સહિત અનેક ગુનામાં સામેલ રહ્યો છે. હાલ તે તિહાડ જેલમાં બંધ છે.
  • ભઠિંડાના જંડિયા ગામમાં NIAએ દરોડા પાડ્યા છે. અહીં જગ્ગા જંડિયાના ઘરે દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

12 સપ્ટેમ્બર 50 ઠેકાણાં પર પાડવામાં આવ્યા હતા દરોડા
આ પહેલા 12 સપ્ટેમ્બરે NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી-NCRમાં 50થી વધુ ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ વર્ષે 26 ઓગસ્ટે દિલ્હી પોલીસે બે કેસ નોંધ્યા હતા. આ કેસની તપાસ NIAએ પોતાના હાથમાં લીધા બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા. ભારત અને વિદેશમાં રહેતા કેટલાંક ગેંગસ્ટર્સ દેશમાં આતંકી અને ગુનાકિય પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આવા ગેંગસ્ટર્સની ઓળખ કરીને કેસ દાખલ કરવામાં આવ્યા છે.

NIAની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે દેશમાં અને ગુનાકિય ઘટનાઓ એવી થઈ જે આતંકવાદીઓ, ગેંગસ્ટર્સ અને ડ્રગ્સની તસ્કરી કરતી ગેંગ અને નેટવર્ક વચ્ચે એક મોટું ષડયંત્ર હતું, જે દેશની અંદર અને બહાર બંને જગ્યાએ કામ કરતા હતા.

Back to top button