ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના આકાશમાં ઉડશે લડાકુ ચોપર અને જમીન પર દેખાશે ઘાતક હથિયાર

Text To Speech

અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ ભારતીય સેનાના ભવ્ય શૌર્ય પ્રદર્શનની સાક્ષી બનવા જઈ રહ્યુ છે. ગુજરાત એશિયાના સૌથી મોટા અને ભારતના મહત્ત્વપૂર્ણ Defense expo 2022ની ગૌરવપૂર્વક યજમાની કરવા જઈ રહ્યુ છે. 18થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ડિફેન્સ એક્ઝિબિશન-ડિફેન્સ એક્સપો 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ ડિફેન્સ એક્ઝિબિશન હશે.

આ પણ વાંચો: ગુજરાતના રાજકારણમાં નવા જુનીના એંધાણ, અર્બુદા સેનાના આગેવાનોએ કેજરીવાલ સાથે મુલાકાત કરી

હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1300થી વધુ પ્રદર્શનકર્તા હશે

આ ઐતિહાસિક કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. Defense expo 2022માં 31 વિદેશી સંરક્ષણ મંત્રીઓ સહિત 75 દેશો ભાગ લેશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાસે 18-22 ઓક્ટોબર વચ્ચે ભારતીય સેના દ્વારા લાઈવ ડેમો અને ડ્રોન શો યોજાશે. પોરબંદર ખાતે નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત 8-22 ઓક્ટોબર વચ્ચે યોજાશે. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1300થી વધુ પ્રદર્શનકર્તાઓ સાથે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ડિફેન્સ એક્ઝિબિશન થશે. જાહેર જનતા તેને 21થી 22 તારીખ દરમિયાન જોઈ શકશે.

હિંદ મહાસાગરના સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ યોજાશે

આ કાર્યક્રમને ભવ્ય બનાવવા ભારતીય સેનાના જવાનો, સરકારના અધિકારીઓ અને અમદાવાદ-ગાંધીનગરનું તંત્ર છેલ્લા ઘણા દિવસથી તનતોડ મહેનત કરી રહ્યુ છે. અમદાવાદ ગાંધીનગરમાં આ કાર્યક્રમ માટે લગભગ 1000 હોટેલ રુમ બુક કરવામાં આવ્યા છે. 18-22 ઓક્ટોબર દરમિયાન ભારત આફ્રિકા વચ્ચે સંરક્ષણ અંગે સંવાદ થશે. સાથે સાથે હિંદ મહાસાગરના સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ યોજાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કેમ લગાવ્યા હતા મોદી-મોદીના નારા, અરવિંદ કેજરીવાલે હસીને કહ્યું કારણ

કોલેજ-શાળાના યુવાનોને પણ આ કાર્યક્રમના સાક્ષી બનવાની તક મળશે

આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના ઘણા રુટ બંધ રહેશે, જેના માટે વૈકલ્પિક રુટ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ-ગાંધીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા હશે. તેના માટે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આજે ગુજરાત પહોંચી ગયા છે. આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે એપ પણ લોન્ચ કરવામાં આવી છે. 5 દિવસના કાર્યક્રમ દરમિયાન, પ્રથમ 3 દિવસ વિશિષ્ટ વ્યવસાયિક દિવસો રહેશે અને છેલ્લા 2 દિવસ એટલે કે 21 અને 22 ઓક્ટોબર 2022 સામાન્ય લોકો માટે રાખવામાં આવ્યા છે. રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો અને ગુજરાતના કોલેજ-શાળાના યુવાનોને પણ આ કાર્યક્રમના સાક્ષી બનવાની તક મળશે.

Back to top button