ગુજરાતના રાજકારણમાં નવા જુનીના એંધાણ, અર્બુદા સેનાના આગેવાનોએ કેજરીવાલ સાથે મુલાકાત કરી
દૂધસાગર ડેરીમાં 2015 માં કસ્ટોડિયન કમિટીએ એક વસ્તુની ખરીદી માટે દિલ્હીની સેરીબ્રેટ બિઝનેસ કન્સેન્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ચેકથી પેમેન્ટ આપી રોકડા પરત લઈ ભ્રષ્ટાચાર કરેલ હતો. તેથી કસ્ટોડિયન કમિટીના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવા બાબતે આવેદન આપવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ સક્રિય થયા છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અનેક જગ્યાએ અર્બુદા સેનાએ મહાસંમેલનો યોજ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ વિપુલ ચૌધરીની ધરપકડને વખોડી કાઢી હતી.
આ પણ વાંચો: રાજકોટ-જૂનાગઢમાં PM મોદી આ રીતે રાજકીય સમીકરણો સેટ કરશે
અર્બુદા સેના દ્વારા અરવિંદ કેજરીવાલને આવેદન આપવામાં આવ્યું
આજે અર્બુદા સેનાના આગેવાનો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમીના પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. દૂધસાગર ડેરીમાં 2015માં કસ્ટોડિયન કમિટીએ એક વસ્તુની ખરીદી માટે દિલ્હીની સેરીબ્રેટ બિઝનેસ કન્સેન્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાક્ટ આપી ચેકથી પેમેન્ટ આપી રોકડા પરત લઈ ભ્રષ્ટાચાર કરેલ હતો. કસ્ટોડિયન કમિટીના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવા બાબતે આવેદન આપવામાં આવ્યું. અર્બુદા સેના દ્વારા અરવિંદ કેજરીવાલને આવેદન આપવામાં આવ્યું છે.
બગસરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ યથાવત છે. ઘણા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. હવે કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં પણ ભુકંપ સર્જાયો છે. ભાજપના આગેવાન અને બગસરા APMC ના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમીનો ખેસ પહેર્યો છે. દીલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલના હાથે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે. વર્ષોથી ભાજપમાં રહેલા કાંતિ સતાસીયાએ અચાનક જ કેસરીયો ઉતારીને આપ પાર્ટીમાં જોડાતા બગસરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ લોન્ચ કરતા ખેડૂતોને થયો મોટો લાભ
કાંતિ સતાસીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા
નોંધનિય છે કે, દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આમ આદમી પાર્ટીમાં જોડાતા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો લાગ્યો છે. તો બીજી તરફ ધારી વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના સબળ ઉમેદવાર તરીકે કાંતિ સતાસીયા મેદાનમાં ઉતરી શકે છે.