રાજકોટ-જૂનાગઢમાં PM મોદી આ રીતે રાજકીય સમીકરણો સેટ કરશે
ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય એ પહેલા પીએમ મોદી અંતિમ વખત સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. જેમાં અલગ અલગ 4 જિલ્લાની મુલાકત લેશે જેમાં ખાતે મુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ કરશે. સાથે જ સભાઓ પણ ગજવશે ફરી એક વખત પીએમ એ પોતાના પ્રવાસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પસંદ કર્યું છે. અને સૌથી વધારે પ્રવાસ આ ચૂંટણી માટે પીએમના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ રાખ્યા છે. આખરે કેમ પીએમને આ વિસ્તારની મુલાકત અવારનવાર લેવી પડી છે શું છે રાજકીય સમીકરણો આ 4 જિલ્લાના આવો સમજીએ.
પાર્ટીના આંતરિક ઝગડા પણ અંકે કરવા કવાયત કરી
ચૂંટણી નજીકમાં છે અને પીએમ મોદીએ તેનો કમાન્ડ પોતાના હાથમાં લઇ લીધો છે. અને ક્યાં વિસ્તારમાં તેમની વધારે જરૂર છે તે પણ તે પોતે જ નક્કી કરી રહ્યા છે. પીએમ દ્વારા આગામી ચૂંટણી માટે સૌથી વધારે સરકારી કાર્યક્રમ એટલે કે વિકાસ કર્યો માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે પસંદ કર્યા છે. બીજી રીતે વાત કરીએ તો આ વિસ્તારમાં બીજેપીને સૌથી વધારે નુકશાન થઇ રહ્યું હોવાનું સામે આવતા પીએમ સીધા જ મેદાને આવ્યા છે અને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે આગામી 19 અને 20 તારીખે પીએમ આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર રાજકોટ જૂનાગઢ અને તાપી જિલ્લાની મુલાકાત લેનાર છે. આ વિસ્તારમાં રાજકીય સમીકરણો થોડા અલગ છે અને ગત ચૂંટણીમાં બીજેપીને ભારે નુકશાન આ વિસ્તારમા થયું હતું જેને અંકે કરવા માટે પીએમએ પ્રચારની ધુરા સંભાળી છે સાથે જ પાર્ટીના આંતરિક ઝગડા પણ અંકે કરવા કવાયત કરી રહ્યા છે.
આ પણ વાંચો: “મેડ ઈન રાજકોટ”ના નામથી ઓળખાય છે રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ ગન
કોંગ્રેસે જ આ બેઠક પર કબ્જો જમાવ્યો હતો
વાત કરીએ તાપી જિલ્લાની જ્યાં 2 વિધાનસભા છે. જેમાં વ્યારા વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો વ્યારા બેઠક કે જ્યાં પીએમ સભા કરવાના છે એ બેઠક 2008 માં અસ્તિત્વમાં આવી ત્યારથી આજ સુધી આ બેઠક બીજેપી જીતી શક્યું નથી એટલે આ વિસ્તારમાં કોંગ્રેસના મૂળિયાં ઊંડા છે. આ વિસ્તારમાં સૌથી વધારે મતદારો આદિવાસી સમાજના છે આ વિસ્તાર માટે એવું કહેવાય છે કે આદિવાસી સમાજનો અભ્યાસુ વર્ગ આ વિસ્તારમાં વસે છે તેમ છતાં બીજેપી જીતી શક્તિ નથી. અન્ય એક વિધાનસભાની વાત કરીએ તો નિઝર બેઠક જ્યાં પણ આદિવાસી મતદારો વધારે છે અને ગત ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી એટલે કે આ જિલ્લામાં બીજેપીનો સફાયો થયો હતો. આ બેઠકમાં છેલ્લી 5 ચૂંટણી દરમિયાન માત્ર 1 જ વખત બીજેપી જીતી હતી બાકી કોંગ્રેસે જ આ બેઠક પર કબ્જો જમાવ્યો હતો.
બીજેપીને જુથવાદના કારણે નુકશાન થઇ શકે છે
થોડા સમય પહેલા જ પીએમ રાજકોટ મુલાકાતે ગયા હતા એ જિલ્લામાં વધુ એક વખત પીએમએ પોતાનો પ્રવાસ રાજકોટ ગોઠવ્યો છે. અત્યાર સુધી પીએમ જસદણ અને જામકનડોરણા સભા ગજવી ચુક્યા છે અને હવે રાજકોટ શહેરની મુલાકાત પીએમ લેશે. આ વિસ્તારમાં આમ તો ધોરાજી એકે જ બેઠક કોંગ્રેસના ફાળે છે પરંતુ આ જિલ્લામાં ઓબીસી અને અને પાટીદાર મતદારો વધારો છે. અને આ મતદારો ગત ચૂંટણી દરમિયાન બીજેપીથી નારાજ થયા હતા. સાથે જ આ જિલ્લામાં બીજેપીમાં ભારે જૂથવાદ છે અને અને એટલા માટે સમીકરણો સેટ કરવા અવારનવાર પીએમને પ્રવાસ ગોઠવવા પડી રહ્યા છે. કારણ કે જસદણ, જેતપુર, ગોંડલ, રાજકોટ શહેર ગ્રામ્ય આ તમામ સીટ એવી છે જેમાં બીજેપીને જુથવાદના કારણે નુકશાન થઇ શકે છે જયારે પીએમ રાજકોટ સભા કરશે તેમાં અન્ય જિલ્લાના લોકોને પણ હાજર રાખવામાં આવશે.
આ પણ વાંચો: PM મોદીએ દિવાળી પહેલા ગુજરાતના લોકોને આપી મેડિકલની મોટી ભેટ
બીજેપીએ 5 માંથી 3 સીટ તો કવર કરી લીધી
તો જૂનાગઢ જિલ્લામાં પણ એવી જ સ્થિતિ છે ત્યાં જૂથવાદ તો છે જ સાથે જ આ વિસ્તારના આહીર કોળી પાટીદાર મતદારો ગત ચૂંટણીમાં બીજેપીથી નારાજ થયા હતા. ગત ચૂંટણીની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં આવતી 5 વિધાનસભા સીટ પૈકી માત્ર 1 જ સીટ 2017માં બીજેપીને હાંસલ થઇ હતી. તો એ બાદ યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન માણાવદર બેઠક પરથી પક્ષ પલટો કરી બીજેપીમાં આવેલા જવાહર ચાવડા વિજય થયા હતા તો વિસાવદર બેઠક ના ધારાસભ્યં હર્ષદ રીબડીયા થોડા સમય પહેલા જ કેસરિયા કરી ચુક્યા છે. આમ આગામી ચૂંટણી માટે બીજેપીએ 5 માંથી 3 સીટ તો કવર કરી લીધી છે. તેમ છતાં આહીર કોળી અને પાટીદાર મતદારોને સાથે રાખવા જરૂરી છે અને એટલે જ પીએમએ જૂનાગઢ જિલ્લામાં પ્રવાસ ગોઠવ્યો છે.