ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિદ્યાપીઠમાં વિવાદ વકર્યો, 9 ટ્રસ્ટીઓએ સાગમટે રાજીનામા આપ્યા

Text To Speech

અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં વિવિદ વક્યો છે. જેમાં ગુજરાત વિદ્યાપીઠમાં ગવર્નરની નિમણુંકથી ટ્રસ્ટીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમાં આજે 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે નિયમ અનુસાર નિમણુંક સર્વ સંમતીથી હોવો જોઇએ પરંતુ બહુમતીથી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલપતિનિ નિમણુંક સર્વસંમતીથી કરવામાં આવતો હતો. જેનો વિરોધ કરતા 9 ટ્રસ્ટીઓ દ્વારા પોતાના રાજીનામા ધરી દીધા છે.

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની પૂછપરછ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું- ‘જેલના તાળા તુટશે, સિસોદિયા છુટશે’

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણુંક કરી દેવાઇ

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠ જે ગાંધીજી દ્વારા સ્થાપિત એક સંસ્થા છે પોતાના શિક્ષણ કરતા જીવન ઘડતરના મુલ્યોના કારણે તથા ગાંધીવાદી વિચારો અને રહેણીકરણીના કારણે વધારે ખ્યાતી પ્રાપ્ત છે. તે સંસ્થામાં પણ હવે વિવાદના મુળીયા નખાયા છે. ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલની નિમણુંક પછીથી ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. વિદ્યાપીઠના ટ્રસ્ટના નિયમ અનુસાર નવા કુલપતીની પસંદગી નહી થવાના કારણે ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ હતો. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર દ્વારા રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચથી યોગ્ય સંવાદ કર્યા વગર જ મુળ તત્વને અભેરાઇએ ચડાવીને નવા કુલપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણુંક કરી દેવાઇ છે. જે અયોગ્ય હોવાનું આ ટ્રસ્ટીઓ માની રહ્યા છે.

આ પણ વાંચો: દિવાળી પહેલા ગુજરાત સરકારની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત

ટ્રસ્ટીઓએ કહ્યું સરકારે દબાવી ડરાવીને ટ્રસ્ટીઓને તૈયાર કર્યા

ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે નિયમ અનુસાર નિમણુંક સર્વ સંમતીથી હોવો જોઇએ પરંતુ બહુમતીથી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલપતિનિ નિમણુંક સર્વસંમતીથી કરવામાં આવતો હતો. જેનો વિરોધ કરતા 9 ટ્રસ્ટીઓ દ્વારા પોતાના રાજીનામા ધરી દીધા છે. આ ટ્રસ્ટીઓમાં નરસીંહભાઇ હઠીલા, મંદાબેન પરીખ, નીતાબેન હાર્ડીકર, સુદર્શન અયંગર, ઉત્તમ પરમાર, માઇકલ મઝગાંવકર, અનામિકા શાહ, ચૈતન્ય ભટ્ટ,કપિલ શાહનો સમાવેશ થાય છે.

Back to top button