મનોરંજન

Drishyam 2 નું ટ્રેલર થયું લોન્ચ : શું આ વખતે ગુનાની કબૂલાત કરી લેશે ‘વિજય સલગાંવકર’?

Text To Speech

છેલ્લા સાત વર્ષથી જે ફિલ્મ ‘દ્રશ્યમ 2’ની રાહ જોવાઈ રહી હતી, તે ‘દ્રશ્યમ 2’નું આજે ટ્રેલર લોન્ચ થયું છે, ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન, શ્રિયા સરણ, તબ્બુની સાથે અક્ષય ખન્ના પણ જોવા મળશે. ટ્રેલર સસ્પેન્સથી ભરપૂર લાગી રહ્યું છે અને ટ્રેલરના અંતમાં કેમેરા સામે અજય દેવગન એટલે કે વિજય સલગાંવકર તેનો ગુનો સ્વીકારતો દેખાય છે. તેથી ફિલ્મ ઘણાં બધા સસ્પેન્સથી ભરેલી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : ફિલ્મ ‘મિલી’ના ટ્રેલર લોન્ચમાં જ્હાન્વી કપૂરે લાલ સાડી પહેરીને કરી એન્ટ્રી : ચાહકોએ શ્રીદેવી સાથે કરી સરખામણી

જુની વાર્તા ફરી થશે શરૂ

ફિલ્મનું ટ્રેલર જોતા લાગી રહ્યું છે કે લેખકે 7 વર્ષ માટે સમયને થંભાવી દીધો હોય, કારણ કે આ ફિલ્મની વાર્તા એ ‘દ્રશ્યમ ફિલ્મ પુરી થયા પછીનાં 7 વર્ષથી ફરી શરૂ થતી હોય એવું લાગે છે. ટ્રેલરની શરૂઆતમાં વિજય સલગાંવકર પોલીસને કહી રહ્યો છે કે, સેમ ગુમ થયો તેને સાત વર્ષ થઈ ગયા પરંતુ હજી પણ તેના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો છે. સીક્વલમાં અક્ષય ખન્નાની એન્ટ્રી થઈ છે અને તે તપાસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યો છે, તે ગમે તે કરીને વિજયનું જુઠ્ઠાણું પકડવા માટે મથી રહ્યો છે. પરંતુ આ વખતે પણ તેઓ એ જ મુશ્કેલીનો સામનો કરે છે. પૂર્વ આઈજી તબ્બુ, જે સેમની માતા છે તે આ વખતે ‘ચારમું ધોરણ નાપાસ એટલે કે વિજય સલગાંવકર’ને અન્ડરએસ્ટિમેટ કરવા માગતી નથી. ટ્રેલર પૂરુ થાય ત્યારે લાગે છે કે આ વખતે એ સસ્પેન્સ વાર્તાનાં ઘણાં બધા રહસ્યો ખુલવાના છે.

‘દ્રશ્યમ 2’નું ટ્રેલર

‘સચ પેડ કે બીજ કી તરફ હોતા હૈ, જિતના ભી ચાહે દફના લો, એક દિન વો બહાર આ હી જાતા હૈ’, આ ડાયલોગ છે ‘દ્રશ્યમ 2’ના વિજય સલગાંવકર ઉર્ફે અજય દેવગણનો. ‘દ્રશ્યમ’ ફિલ્મ જ્યાંથી ખતમ થઈ હતી ત્યાંથી જ ‘દ્રશ્યમ 2’ની શરૂઆત થશે તેમ લાગી રહ્યું છે. અજય દેવગણ, શ્રિયા સરણ, તબ્બુ , ઈશિતા દત્તા સ્ટારર ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે. ‘દ્રશ્યમ’ રિલીઝ થયાના સાત વર્ષ બાદ સીક્વલ થિયેયરમાં આવવાની છે. ઘટનાના સાત વર્ષ બાદ પણ ‘મીરા દેશમુખ’નો (તબ્બુ) દીકરો ‘સેમ’ ગુમ થયો હોવાનો કેસ હજી ચાલું છે. એકવાર ફરી વિજય અને તેનો પરિવાર પોલીસની જાળમાં ફસાતો જોવા મળશે. પહેલી ભાગમાં જબરદસ્ત સસ્પેન્સ જોવા મળ્યું હતું અને દર્શકો બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા, જે નવેમ્બરમાં રિલીઝ થવાનો છે. ટ્રેલર તમને શરૂઆતથી અંત સુધી જોવા માટે મજબૂર કરશે. આ વખતે તપાસ અધિકારી તરીકે એન્ટ્રી લેનારો અક્ષય ખન્ના ‘સેમ’ ગુમ થવાના કેસની તપાસ કરશે એટલે ફિલ્મ વધુ રોમાંચિત બનવાની છે.

18 નવેમ્બરે રિલીઝ થશે ‘દ્રશ્યમ 2’

‘દ્રશ્યમ 2’ આ જ નામથી બનેલી સાઉથની ફિલ્મની હિંદી રિમેક છે, જેમાં લીડ એક્ટર મોહનલાલ હતા. અજય દેવગણ સ્ટારર ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2015માં રિલીઝ થયો હતો, જેનું ડિરેક્શન નિશિકાંત કામતે કર્યું હતું. પહેલી ફિલ્મમાં પણ અજય દેવગણ સિવાય શ્રિયા સરણ અને ઈશિતા દત્તા જોવા મળ્યા હતા. તો બીજા ભાગમાં કેટલાક નવા ચહેરાની એન્ટ્રી થઈ છે. ફિલ્મ ‘દ્રશ્યમ 2’ 18 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

અજય દેવગણની અપકમિંગ ફિલ્મ

વર્ક ફ્રંટની વાત કરીએ તો, અજય દેવગણ ખૂબ જલ્દી ફિલ્મ ‘થેન્ક ગોડ’માં જોવા મળવાનો છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ સિવાય તેની પાસે ‘મેદાન’ અને ‘ભોલા’ જેવી ફિલ્મો પણ છે.

Back to top button