ધર્મ

પુષ્ય નક્ષત્ર પર ‘ખરીદીનો મહાયોગ’: કન્યા, ધન અને મકર રાશિના જાતકોને થશે ધનલાભ

Text To Speech

મંગળવાર, 18 ઓક્ટોબર અને આસો વદ આઠમના રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી. આ દિવસે મંગળ પુષ્ય યોગ બની રહ્યો છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર ની સાથે જ વર્ધમાન, સિદ્ધ અને સાધ્ય નામના ત્રણ શુભ યોગ પણ બની રહ્યા છે. આવો યોગ 29 વર્ષ પછી રચાઈ રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ અને રાજયોગ પણ રહેશે. દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓની ખરીદદારી કરવી શુભ ગણાય છે.

ગ્રહોની શુભ સ્થિતિ

18 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્રમાં સૂર્ય અને શુક્ર બંને ગ્રહો તુલા રાશિમાં રહેશે. બુધ અને સૂર્ય મળીને કન્યા રાશિમાં બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે. બુધાદિત્ય યોગને શુભ અને લાભકારી માનવામાં આવે છે. 18 તારીખે સૂર્ય અને શુક્ર તુલા રાશિમાં હોવાથી અનેક રાશિના લોકોને લાભ મળશે.

પુષ્ય નક્ષત્ર પર 'ખરીદીનો મહાયોગ': કન્યા, ધન અને મકર રાશિના જાતકોને ધનલાભ થશે- humdekhengenews

પુષ્પ નક્ષત્રનાં મુહૂર્ત

  • ચલ: સવારે 9.39થી 11.05
  • લાભ: સવારે 11.05થી 11.59
  • અમૃત: બપોરે 11.59થી 01.24
  • શુભ: બપોરે 3.11થી 4.25

આ રાશિના જાતકોને લાભ થશે

પુષ્ય નક્ષત્રના દિવસે શુક્ર અને સૂર્યની તુલા રાશિમાં યુતિ બનવાથી ધન, કન્યા અને મકર રાશિના લોકોને લાભ થઈ શકે છે. ધન રાશિના જાતકોને કરિયર અને વેપારમાં સફળતા મળી શકે છે. કન્યા રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તેમજ આ સમયગાળામાં લાંબા સમયથી અટવાયેલું ધન પાછું મળી શકે છે. નોકરી શોધી રહેલાં જાતકોને શુભ સમાચાર મળી શકે છે.

પુષ્ય નક્ષત્ર પર 'ખરીદીનો મહાયોગ': કન્યા, ધન અને મકર રાશિના જાતકોને ધનલાભ થશે- humdekhengenews

પુષ્ય નક્ષત્રનું મહત્વ

27 નક્ષત્રોમાં પુષ્યને નક્ષત્રનો રાજા માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અમરેજ્ય પણ કહેવામાં આવે છે. એટલે તે નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લઇને આવે છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે પરંતુ તેની પ્રકૃતિ ગુરુ જેવી હોય છે. જ્યારે પણ મંગળવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે મંગળ પુષ્ય નામનો યોગ બને છે. દિવાળી તહેવાર શરૂ થવાના 6 દિવસ પહેલાં એટલે કે 18 ઓક્ટોબરના રોજ સવારે 04:30 થી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. જે 19 ઓક્ટોબર સવારે 07:11 સુધી રહેશે.

આ પણ વાંચો : દિવાળીના અવસર પર સુંદર દેખાવવા માટે અપનાવો આ પાંચ ફેશન ટિપ્સ

ચોપડાની ખરીદી કરવી ઉત્તમ ગણાય

પુષ્ય નક્ષત્રની સાથે વર્ધમાન, સિદ્ધિઅને સાધ્ય યોગા લહાભાગ 29 વર્ષ બાદ સર્જાય રહ્યો છે. આવા શુભ યોગમાં ખરીદી કરવાથી લક્ષ્મીજીની વિશેષ કૃપા બને છે. આવા શુભ યોગમાં તમામ પ્રકારની કહ્રીડી કરી શકાય છે. પરંતુ આ દિવસે વિશેષ તો નવા વર્ષના ચોપડાની અને સોનાનાં દાગીનાની ખરીદી વધુ થાય છે.

આ પણ વાંચો : દિવાળીમાં ઘરે જ બનાવો બજાર જેવા પરફેક્ટ ઘૂઘરા, આ સરળ રીતે

Back to top button