રોમાંચિક વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવી જીત : શમી બન્યો જીતનો હીરો
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વોર્મ-અપ મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપની પ્રથમ વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. જે એકદમ રોમાંચથી ભરપૂર રહી હતી. મેચનાં અંત પહેલા ભારતીય ટીમ માટે વિજય મેળવવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો, પરંતુ મોહમ્મદ શમીએ આખી બાજી પલટી નાખી હતી. શમીએ આખરી 4 બોલમાં 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયા પાસેથી જીત છીનવી લીધી હતી. છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ શમીએ છેલ્લી 4 બોલમાં 3 વિકેટ અને એક રનઆઉટ કરી ભારતને જીત અપાવી હતી.
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે ? જાણો શું છે કારણ ?
ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 33 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 151.51 હતો. કેપ્ટન રોહિત શર્મા 14 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 107ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. વિરાટ કોહલી માટે આ વોર્મ-અપ મેચ કંઈ ખાસ ન હતી. તે 13 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. તેની સ્ટ્રાઈક રેટ 146.15 હતો. આ ઉપરાંત હાર્દિક પંડ્યા 5 બોલમાં 2 રન બનાવીને અને દિનેશ કાર્તિક 14 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને 4 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનું પ્રદર્શન
ડેવિડ વોર્નર પ્રથમ વોર્મ-અપ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. તેના સ્થાને મિચેલ માર્શ બેટિંગ કરવા આવ્યો હતો. માર્શે 18 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે 195ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથને 11 રને યુઝવેન્દ્ર ચહલે આઉટ કર્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ , ભુવનેશ્વર કુમારે 2 વિકેટ અને યુઝવેન્દ્ર ચહલે 1 વિકેટ લીધી હતી. શમીએ આખરી 4 બોલમાં 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયા પાસેથી જીત છીનવી લીધી હતી. છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રનની જરૂર હતી, પરંતુ મોહમ્મદ શમીએ છેલ્લી 4 બોલમાં 3 વિકેટ અને એક રનઆઉટ કરી ભારતને જીત અપાવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ
ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર. અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, જોશ ઇંગ્લિશ, એશ્ટન અગર, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન.