ટોપ ન્યૂઝનેશનલ

ભાજપે રાહુલ ગાંધીને શોલે ફિલ્મના અસરાની તરીકે રજૂ કરી મજાક ઉડાવી, કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો

Text To Speech

નવી દિલ્હીઃ ભાજપે રવિવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીનો એક એનિમેશન વીડિયો ટ્ટવિટર પર શેર કર્યો છે. બે મિનિટથી લાંબા આ એનિમેશનમાં રાહુલને ફિલ્મ શોલેના અસરાનીના તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ છોડવા, ગુલામનબી આઝાદ સહિત અનેક નેતાઓના જવાથી તેમજ અન્ય મુદ્દા સહિત રાજસ્થાનમાં પક્ષમાં જોવા મળતા કકળાટને લઈને કટાક્ષ કર્યો છે.

ભાજપે એનિમેશનની સાથે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંદર્ભે ટ્વીટ કર્યું છે, જેમાં રાહુલ એવું બોલતા સંભળાય છે કે- “મમ્મી, દુઃખ કેમ ખતમ થતું નથી? આ ખતમ થઈ ગયું… ટાટા… અલવિદા.” ભાજપના આ વીડિયો અંગે કોંગ્રેસે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું- ભારત જોડોની સફળતા જોઈને ભાજપ હતાશ થઈ ગયું છે અને એટલે જ આવા પગલાં ભરી રહ્યાં છે.

કોંગ્રેસના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો
ભાજપ દ્વારા રાહુલ ગાંધીની મજાક ઉડાવતો વીડિયો વાયરલ થયા બાદ, આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, “ભારત જોડો યાત્રાની સફળતાના મુકાબલો કરવા ભાજપની આ નવીન ફોર્મૂલા છે (નિરાશા + હતાશ= એનિમેશન) ” તેમણે આ વીડિયો દયનિય ગણાવ્યો. સાથે જ તેમણે કહ્યું કે યાત્રાની શરૂઆત થઈ ત્યારથી જ ભાજપ તેમના પર પ્રહાર કરી રહી છે. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો કે તેઓ આવું એટલા માટે કરે છે કેમકે તેઓ આ યાત્રાની સફળતાથી નિરાશ થઈ ગયા છે.

તો કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આખી પાર્ટી ‘હલકી માનસિકતાવાળા ટ્રોલર’ બની ગઈ છે. કોંગ્રેસ નેતાએ 25 પૈસાની તસવીરની સાથે કહ્યું કે ભારત જોડો યાત્રાએ ભાજપને ડરાવી દીધું છે. ભાજપ માટે ડર સારી વસ્તુ છે. કાશ, તેમણે બેરોજગારી અને મોંઘવારીના સમાધાન માટે આટલો પ્રયાસ કર્યો હોત.

Back to top button