ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: દિવાળી આવતા રેલવેએ વિશેષ ભાડાની 4 સ્પેશિયલ ટ્રેન દોડાવી, મુસાફરોને રાહત થઇ

Text To Speech

તહેવારના સમયે રેલવેના મુસાફરોની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વધારાની 4 સ્પેશિયલ ટ્રેન ચલાવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જણાવાયું છેકે, દિવાળીના સમયે વધુ 4 દિવાળી સ્પેશિયલ ટ્રેનો દોડાવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ- ગાંધીધામ સુપરફસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવારે ઉપડશે. આ ટ્રેન 20 ઓક્ટો.થી 10 નવે.2022 સુધી ચાલશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલે જીતની મહોર મારી, આટલી બેઠકો મળવા વિશે કર્યો ખુલાસો

ભાવનગર સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે

તેમજ ટ્રેન નં. 09207 બાંદ્રા ટર્મિનસ- ભાવનગર સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે, આ ટ્રેન 21 ઓક્ટોથી 18 નવે.2022 સુધી. ટ્રેન નં. 09093 બાંદ્રા ટર્મિનસ- ભગત કી કોઠી સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શનિવારે ઉપડશે. આ ટ્રેન 22 ઓક્ટો. અને 29 ઓક્ટો.ના રોજ દોડશે. ટ્રેન નં. 09129 વડોદરા- હરિદ્વાર સુપરફસ્ટ સ્પેશિયલ દર શનિવારે વડોદરાથી ઉપડશે. આ ટ્રેન 22 ઓક્ટો.થી 12 નવે. 2022 સુધી ચાલશે. આ ટ્રેનો પૈકી ટ્રેન નં. 09415 અને 09207ની બુકીંગ 17મી ઓક્ટો.થી જ્યારે ટ્રેન નં. 09093 અને 09129ની બુકીંગ 18 ઓક્ટો.થી શરૂ થશે.

આ પણ વાંચો: આજે AAP બાદ કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા

Back to top button