T20 વર્લ્ડ કપની બીજી મેચમાં UAEની ખરાબ શરૂઆત : નેધરલેન્ડે UAE ને 3 વિકેટે હરાવ્યું
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટના ક્વોલિફાયર રાઉન્ડની બીજી મેચમાં નેધરલેન્ડ્સે UAE ને 3 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા UAEએ નેધરલેન્ડ સામે 112 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનાં જવાબમાં નેધરલેન્ડે સાત વિકેટના નુકસાને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
આ પણ વાંચો : T20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત:નામિબિયાએ એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને હરાવ્યું
નેધરલેન્ડે 19.5 ઓવરમાં 112 રન બનાવી દીધા હતા. નેધરલેન્ડ માટે મેક્સે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. તેમના સિવાય કોલિને 17 અને કેપ્ટન એડવર્ડ્સે 16 રનની અણનમ ઇનિંગ રમી હતી. નેધરલેન્ડનાં સ્પિનર બાસ ડી લીડે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. જે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. UAE તરફથી જુનૈદ સિદ્દીકીએ ત્રણ વિકેટ ઝડપી હતી.
UAEની ટીમની ખરાબ શરૂઆત
ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી જ્યારે UAEની ટીમની શરૂઆત સારી રહી ન હતી. UAEની ટીમ પાવર પ્લેમાં માત્ર 31 રન બનાવી શકી હતી. યુએઈએ તેની પ્રથમ વિકેટ 33 રનમાં ગુમાવી હતી. ઓપનર ચિરાગ સૂરી 20 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, તે પછી બેટિંગ કરવા આવેલા કાસિબ દાઉદે ઓપનર મોહમ્મદ વસીમ સાથે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ 15 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તે જ સમયે UAE તરફથી મોહમ્મદ વસીમે 47 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 2 સિક્સર પણ ફટકારી હતી.
UAEએ 19 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી
UAEનો મિડલ ઓર્ડર પણ ફ્લોપ રહ્યો હતો. ઓપનર મોહમ્મદ વસીમ 41 રન બનાવીને આઉટ થયા બાદ ક્રિઝ પર કોઈ બેટ્સમેન રમી શક્યો નહોતો. ત્યાર બાદ UAEની સતત વિકેટો પડતી રહી. ચોથી વિકેટ 99 રનમાં પડી હતી. જવાર ફરીદ, વૃત્યા અરવિંદ, બાસિલ હમીદ, ચુંદંગાપોયલ રિઝવાન, અયાન અફઝલ ખાન ખૂબ જ ઝડપી આઉટ થઈ ગયા હતા.નેધરલેન્ડ માટે ફ્રેડ ક્લાસને 4 ઓવરમાં 13 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે, બાસ ડી લીડે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો.