મનોરંજન

ફિલ્મ ‘મિલી’ના ટ્રેલર લોન્ચમાં જ્હાન્વી કપૂરે લાલ સાડી પહેરીને કરી એન્ટ્રી : ચાહકોએ શ્રીદેવી સાથે કરી સરખામણી

Text To Speech

બોલિવૂડ ફિલ્મ સ્ટાર જાહ્નવી કપૂરે તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘મિલી’ના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી, જેમાં લાલ સાડીમાં આવેલી જાહ્નવી કપૂરને જોતાં જ ચાહકો દંગ રહી ગયા હતાં અને ચાહકોએ તેની સરખામણી તેની માતા શ્રીદેવી સાથે કરી હતી.અભિનેત્રી શ્રીદેવીની જેમ જ લાલ સાડીમાં જોવા મળી હતી.જેનાં ફોટા ખુબ જ વાયરલ થયાં છે.

Janvi Kapoor Film Milli - Hum Dekhenge News

જ્હાન્વી કપૂરે શ્રીદેવીની યાદ અપાવી

બોલિવૂડ ફિલ્મ સ્ટાર જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘મિલી’ સાથે સિલ્વર સ્ક્રીન પર આવવા જઈ રહી છે. અભિનેત્રી જ્હાન્વી કપૂર આ ફિલ્મમાં એક પડકારજનક પાત્ર ભજવતી જોવા મળશે. ફિલ્મ સ્ટાર જ્હાન્વી કપૂર તેની ફિલ્મ ‘મિલી’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં લાલ સાડી પહેરીને પહોંચી હતી. જ્યાં અભિનેત્રીએ તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. આ તસવીરોમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની માતા શ્રીદેવીની યાદ અપાવે તેવી લાલ સાડીમાં જોવા મળી હતી. જે બાદ ફેન્સ અભિનેત્રી જ્હાન્વી કપૂરની સરખામણી તેની માતા શ્રીદેવી સાથે કરવા લાગ્યા હતા.અભિનેત્રી શ્રીદેવીએ ફિલ્મ ‘જબાંજ’માં આવી જ લાલ સાડી પહેરી હતી. જેની ખૂબ ચર્ચા થઈ હતી.

Janvi Kapoor - Hum Dekhenge News

જ્હાન્વી કપૂરે લાલ સાડીમાં ધૂમ મચાવી

અભિનેત્રી જ્હાન્વી કપૂરને તેનાં ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં લાલ સાડી પહેરીને પોહંચતા જ  એક્ટ્રેસે બધાની નજર પોતાના તરફ ખેંચી લીધી હતી. ટ્રેલર લોન્ચ ઈવેન્ટના અવસર પર અભિનેત્રી જ્હાન્વી કપૂરનાં ફિલ્મનાં અભિનયને લઈને લોકોએ તેનાં ઘણાં વખાણ કર્યા હતાં. આ ફિલ્મમાં જાનવી કપૂર ફ્રીજની અંદર ફસાયેલી જોવા મળે છે, જે બાદમાં ફ્રીજમાંથી બહાર આવતી જોવા મળી હતી. જેની તસવીરો વાયરલ થવા લાગી છે. ફિલ્મમાં અભિનેત્રી જ્હાન્વી કપૂરનું ફ્રીજ સાથે ખાસ જોડાણ છે. આ કારણે આ લોન્ચ ઈવેન્ટમાં ફ્રિજ પણ રાખવામાં આવ્યું હતું.

Janvi Kapoor And Bony Kapoor - Hum Dekhenge News

જ્હાન્વી કપૂરની આ ફિલ્મ તેના પિતા બોની કપૂર દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, ‘મિલી’ સિવાય, તે ‘રણભૂમિ’, ‘મિસ્ટર એન્ડ મિસિસ શાહી’ અને ‘બાવલા’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે.

Back to top button