વડાપ્રધાન મોદી પર ગોપાલ ઈટાલિયાએ કરેલી આપત્તિજનક ટિપ્પણી અંગે લોકોનું શું છે માનવું ?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા આક્રમક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સામે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી ત્યારથી ભાજપ તરફથી આક્રમક રીતે આપ નેતા સામે અને પાર્ટી સામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી માટે થોડાં જ દિવસોનો સમય બાકી છે ત્યારે આપને મોટું નુકસાન થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ નુકસાન કેટલું હશે તેના માટે ગુજરાતના 1,337 થી વધુ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા. તેના પરિણામ જાણવાની કોશિશ કરીએ.
શું છે લોકોનો વિચાર ?
દેશની જાણીતી સંસ્થા સી- વોટરના સર્વેમાં સવાલ કરવામાં આવ્યો કે, શું પીએમ મોદી માટે વાપરેલા અપશબ્દોને લીધે શું આમ આદમી પાર્ટીએ પોતાનું જ નુકશાન કર્યું છે? આ સવાલના જવાબમાં 58% લોકોએ ‘હા’ કહ્યું તેમણે જણાવ્યું કે આપ આવું કરીને પોતાનું જ નુકશાન કરાવ્યું છે. જયારે 42 લોકોને તેમાં કોઈ જ નુકશાનકારક લાગ્યું નથી.
આ પણ વાંચો : ગોપાલ ઈટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ, ભાજપે કહ્યું, ‘નીચ માનસિક્તા AAPના લોહીમાં છે’
ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના મુદ્દે જે આક્રમક વલણ અપનાવી આપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે તે હિસાબે હાલમાં આમ આદમી પાર્ટી અને તેમના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા બેકફૂટ પર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ સર્વેમાં મરજીન ઓફ એરર માઈનસ 3% થી પ્લસ – માઈનસ 5% ટકા જેટલો છે. જેનાથી સમજી શકાય કે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં સૌથી વધુ છે તેમજ તેમના માતા પર આ પ્રકારનો વિડીયો હાલના રાજકીય મુદ્દો બની ગયો છે.
ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ અને અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલીયાના 'નીચ' સંસ્કાર…
હિંદુ વિરોધી અને માતા-બહેનો વિશેની નીચ માનસિકતા AAPના લોહીમાં જ છે. #HinduVirodhiAAP#મહિલા_વિરોધી_આપ pic.twitter.com/2HnKCe8Hzs
— BJP Gujarat (@BJP4Gujarat) October 13, 2022
શું છે વિવાદ ?
તાજેતરમાં ભાજપે આપ નેતા ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા હીરા બાને ટાર્ગેટ કરીને અપમાન જનક ટીપ્પણી કરી રહ્યા છે. ભાજપ ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધી-શોધીને વાયરલ કરી રહ્યું છે અને આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીને જવાબ આપવો ભારે પડી ગયો છે. ભાજપે વીડિયોના આધારે AAP અને ગોપાલ ઈટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે અને આવા વિવિધ આરોપના ચક્રવ્યૂહમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટીએ સમગ્ર વિવાદને પાટીદાર સાથે જોડી, મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીની પાંચમી યાદી જાહેર,અત્યાર સુધીમાં કુલ 53 ઉમેદવારોના નામોની થઈ જાહેરાત