વિશેષ

ઈંડા શાકાહારી કે માંસાહારી ? જાણો વૈજ્ઞાનિક કારણ…

Text To Speech

‘સન્ડે હો યાં મંડે રોજ ખાઓ અંડે’ તમે ઘણીવાર આ વાક્ય એડવટાઈઝમાં સાંભળ્યું જ હશે. તેમજ ઈંડા સ્વાસ્થ માટે ખૂબ ફાયદાકારક છે, તેની સાથે જ પ્રોટીનનો ભરપુર સ્ત્રોત પણ છે. એમાં પણ જે લોકો નોનવેજ ખાતા હોય છે તે લોકો ઈંડા ખૂબ જ સરળતાથી ખાતા હોય છે. પરંતુ જે લોકો ચુસ્ત શાકાહારી છે ટે લોકો ઈંડા ખાવાનું ટાળતા હોય છે. કારણ કે કેટલાક લોકોનું માનવું છે કે, ઈંડા નોનવેજ છે કારણ કે, ટે મરઘી દ્વારા આપવામાં આવે છે.

તેમજ અમુક શાકાહારી વર્ગનું માનવુ છે કે, ઈંડામાંથી બચ્ચા નીકળે છે એટલે નોનવેજ છે. તેમજ અન્ય એક વર્ગ પણ છે જે આ વાતને નકારે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ બધામાં સાચું શું?

વૈજ્ઞાનિક કારણ શું છે ?

વૈજ્ઞાનિકો એ આ દલીલોને ખોટી સાબિત કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દૂધ પણ જાનવરો માંથી જ આવે છે. તો તે શાકાહારી કેવી રીતે હોય શકે ?

ઈંડા શાહાકારી કે માંસાહારી ? જાણો વૈજ્ઞાનિક કારણ...- humdekhengenews

બજારમાં અનફર્ટિલાઈઝ્ડ ઇંડા પણ ઉપલબ્ધ

તમને જણાવી દઈએ કે બજારમાં મળતા બધા ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે. એટલે કે આ ઇંડામાંથી બચ્ચાં ક્યારેય બહાર નથી આવતા. આ મુજબ ઈંડાને નોનવેજ ગણવું યોગ્ય નહીં ગણાય. વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના માધ્યમથી આ સવાલનો જવાબ પણ માંગ્યો છે.

આ પણ વાંચો : દિવાળીમાં ફેશનનો નવો ટ્રેન્ડ : પુરુષોમાં લોંગ ઈન્ડો જેકેટનો ક્રેઝ, તો શિફન ગાઉન મહિલાઓની પહેલી પસંદગી બની

ઈંડા પર થયેલા એક રિસર્ચ અનુસાર ઈંડામાં ત્રણ લેયર હોય છે. પહેલી છાલ, બીજી સફેદ અને ત્રીજી ઇંડાની જરદી એટલે કે યોક, યોકનો અર્થ થાય છે પીળો ભાગ. ઈંડાની સફેદીમાં માત્ર પ્રોટીન હોય છે. તેમાં પ્રાણીનો કોઈ ભાગ હાજર નથી. તેથી તકનીકી રીતે, ઇંડાની સફેદી એ વેજ છે.

ઈંડા શાહાકારી કે માંસાહારી ? જાણો વૈજ્ઞાનિક કારણ...- humdekhengenews

ઈંડાની યોકમાં પ્રોટીન અને કોલેસ્ટ્રોલ હોય છે 

જો ઈંડાની જરદીની વાત કરવામાં આવે તો તેમાં પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ પણ સારી માત્રામાં હોય છે. ઇંડા મુરઘી અને મુરઘાના સંપર્કમાં આવ્યા પછી બને છે. તેમાં પ્રજનન કોષો હોય છે જે તેને માંસાહારી બનાવે છે. જ્યારે બજારમાં ઈંડામાં આવું કંઇ થતું નથી.

આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !

ઈંડા શાહાકારી કે માંસાહારી ? જાણો વૈજ્ઞાનિક કારણ...- humdekhengenews

મરઘી મરઘાના સંપર્કમાં આવ્યા વિના ઇંડા મૂકે છે 

તમને જાણીને આશ્ચર્ય થશે કે મરઘી 6 મહિનાની થયા પછી ઇંડા મૂકવાનું શરૂ કરે છે. તે દર દોઢ દિવસે ઇંડા મૂકે છે. તે મરઘાના સંપર્કમાં હોવું જરૂરી નથી. મરઘાના સંપર્કમાં આવ્યા વિના જે મરઘી ઇંડા મૂકે છે તેને અનફર્ટિલાઇઝ્ડ ઇંડા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે બચ્ચાઓ ક્યારેય તેમાંથી બહાર આવી શકતા નથી. આથી બજારમાં મળતા ઈંડાની ગણતરી શાકાહારી વર્ગમાં જ કરવામાં આવશે.

Back to top button