વર્લ્ડ

પાકિસ્તાન જો બાઈડનના નિવેદનથી ગુસ્સે થયું, શાહબાઝ શરીફે તોડ્યું મૌન

Text To Speech

પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ પર આંગળી ચીંધતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો. બાઈડનના નિવેદન બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. વિપક્ષી નેતાઓથી લઈને મીડિયા અને સામાન્ય લોકો દ્વારા પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકાર માટે આને મોટી મુસીબત માનવામાં આવી રહી છે. હવે શાહબાઝે પોતે આ મામલે મૌન તોડ્યું છે. તેમના નિવેદન પરથી લાગે છે કે તેઓ આ મામલાને હળવાશથી છોડવાના નથી. પાકિસ્તાન દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે એવા જો બાઈડનના નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પહેલા અમેરિકી રાજદૂતને બોલાવીને સ્પષ્ટતા માંગી હતી. હવે પાકિસ્તાનના વઝીર-એ-આઝમ શાહબાઝ શરીફે આકરી પ્રતિક્રિયા આપી છે.

શરીફે આંતરસરકારી સંસ્થાના માર્ગદર્શિકાને ટાંકીને ટ્વીટ કરતા કહ્યું કે, “હું પુનરોચ્ચાર કરું છું કે પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાજ્ય છે અને અમને ગર્વ છે કે અમારી પરમાણુ સંપત્તિને IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી)ની મંજૂરી છે. જરૂરિયાતો અનુસાર શ્રેષ્ઠ સુરક્ષા પગલાંનું પાલન કરે છે. . શાહબાઝે આગળ લખ્યું, “અમે આ સુરક્ષા પગલાંને અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. તેના વિશે કોઈને શંકા ન હોવી જોઈએ. ઉપરાંત પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે જો બાઈડનના નિવેદનને “તથ્યપૂર્ણ રીતે ખોટું અને ભ્રામક” ગણાવ્યું છે.

america pakistan relation
Shahbazsharif and Jo biden

નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ડેમોક્રેટિક કોંગ્રેસની પ્રચાર સમિતિના સ્વાગતમાં રશિયાના વ્લાદિમીર પુતિન વિશે વાત કરતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે પાકિસ્તાન પણ કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે. તેની પાસે કોઈપણ પ્રકારના નિયમો વિના પરમાણુ હથિયારો છે.

Shahbazsharif and Jo biden
Shahbaz sharif and Jo biden

તમને જણાવી દઈએ કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત ઉતાર ચઢાવ આવતા રહે છે. ક્યારેક અમેરિકા આતંકવાદી દેશ પાકિસ્તાનને હથિયારો અને આર્થિક મદદ આપીને દુનિયાને પોતાનો અલગ ચહેરો બતાવે છે તો ક્યારેક આંતરરાષ્ટ્રીય મંચ પર તેની ઝાટકણી કાઢીને દુનિયાની સામે તેની અલગ છબી બતાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની આબરુના ફરી લીરેલીરા ઉડ્યા, અમેરિકા પહોંચેલા નાણા મંત્રીની સામે ચોર-ચોરના નારા

Back to top button