શુક્રવારે યુપીના સુલતાનપુરમાં કન્ટેનર સાથે BMWની ટક્કરમાં ચાર લોકોના મોત થયા હતા. હવે આ અકસ્માત પહેલા ફેસબુક લાઈવનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે BMWની સ્પીડ 230 કિલોમીટર પ્રતિ કલાક હતી. કારમાં સવાર ચારેય યુવકો ફેસબુક પર લાઈવ હતા. ચારમાંથી એક યુવક એવું કહેતો સાંભળવા મળે છે કે ચારેય મરી જઈશું. આ દરમિયાન કાર કન્ટેનર સાથે અથડાય છે અને હકીકતમાં તેમાં સવાર ચારેય યુવકોના મોત થયા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે ચારેય યુવકો અને બીએમડબલ્યુ એન્જિન દૂર જઈને પડ્યા હતા. અકસ્માત સ્થળથી આશરે 20-30 મીટર દૂર યુવકનું માથું અને હાથ પડેલા હતા. અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા. BMW અગાઉ 62-63 kmphની ઝડપે દોડતી હતી. ધીમે ધીમે તેની સ્પીડ વધી અને 230 સુધી પહોંચી. વીડિયોમાં ટક્કરના કોઈ ફૂટેજ નથી, પરંતુ આ જોઈને સ્પષ્ટ થાય છે કે અકસ્માત સમયે BMWની સ્પીડ ખૂબ જ ઝડપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં દુર્ઘટના થઈ હતી તે જગ્યાએથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ સ્થળે સાત દિવસ પહેલા વરસાદના કારણે રોડ બેસી ગયો હતો. આ દુર્ઘટના એ જ જગ્યાએ થઈ હતી જ્યાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ બાદ રોડ તૂટી પડતાં એક કાર ફસાઈ ગઈ હતી.
આ વાતચીત વીડિયોમાં સાંભળવા મળી હતી
ચારેય મરીશું…ઉભા રહો ઉભા રહો..એક મિનીટ શાંત રહો..હવે જુઓ..લઈ લીધુ છે.. શાંત રહો..શાંત રહેશો તો ચલાવી શકીશને..ના ના. હું જ ચલાવી લઉં છું…એવું નહીં ચાલે..ચાલી જશે.. હું છું ને..મારો મોબાઈલ કનેક્ટ કરોને..મોબાઈલ બંધ કરી દે.. હું કહું ત્યારે ચાલું કરજે…સ્પીડ આવી રહી છે..130..200..ને પાર કરશે.. સ્પીડ 300 સુધી પહોંચાડી દઈશ આ સોંગ પર કનેક્ટ તો કર…સીટ બેલ્ટ બાંધી લો…સીધો છે..!
બિહારના રોહતાસના રહેવાસી ડૉ. આનંદ કુમાર, તેમના પિતરાઈ ભાઈ, એન્જિનિયર દીપક આનંદ, મિત્ર અખિલેશ સિંહ અને ઝારખંડના રહેવાસી ભોલા કુશવાહા અકસ્માતનો ભોગ બન્યા હતા. ભોલા કાર ચલાવી રહ્યો હતો. ડૉ. આનંદ કુમારને મોંઘી કાર અને બાઇકનો શોખ હતો. તેઓએ તાજેતરમાં નવી BMW ખરીદી હતી. તેની પાસે 16 લાખની કિંમતનું બાઇક પણ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે BMW કારની સર્વિસ માટે જ લખનઉ જઈ રહ્યો હતો.
આ પણ વાંચો : પાટણ : સાંતલપુર પાસે બોલેરો જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં પીએસઆઇનું કરુણ મોત