નેશનલ

જાદુની દુનિયાના બેતાજ બાદશાહ ઓપી શર્માનું 49 વર્ષની વયે નિધન

Text To Speech

યુપી કાનપુરમાં જાણીતા જાદુગર ઓપી શર્માએ 49 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પોતાના જાદુથી દુનિયાભરમાં ખ્યાતિ મેળવનાર જાદુગર હવે મૌન થઈ ગયા છે. જાદુની દુનિયાના બેતાજ બાદશાહે આજે કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓ ઘણા સમયથી બીમાર હતા. કિડનીની બિમારીને કારણે તેમને કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજ રોજ નિધન થયું છે.

જાદુના કારણે ઓપી શર્માએ આખી દુનિયામાં ખ્યાતિ મેળવી

ઓપી શર્માનો જન્મ 1973માં થયો હતો અને તેઓ મૂળ બલિયાના વતની હતા. પોતાના જાદુના કારણે ઓપી શર્માએ આખી દુનિયામાં ખ્યાતિ મેળવી હતી. ઓપી શર્મા જાદુની દુનિયાના બેતાજ બાદશાહ હતા. ઓપી શર્મા પોતાના જાદુના માધ્યમથી સમાજમાં જાગૃતિનો પ્રસાર પણ કર્યો હતો. તેમનો જાદુ સામાજિક દુષણો પર પ્રહાર કરવાનો હતો. તેઓ હંમેશા કહેતા કે, દર્શકો જેને જાદુ માને છે તે વાસ્તવમાં વિજ્ઞાનનો ચમત્કાર છે. ઓપી શર્મા કહેતા હતા કે, જાદુની કળા ભારતમાં પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે અને તે ભારતથી જ વિશ્વમાં ફેલાયેલી છે.

OP SHARMA- HUM DEKHENEGE NEWS
કિડનીની બિમારીને કારણે તેમને કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

લોકોમાં શોકનો માહોલ

ઓપી શર્માની જાદુઈ કળાને કારણે તેમના હજારો ચાહકો છે. તેમના અવસાનથી લોકોમાં શોકનો માહોલ છે. લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઓપી શર્માના મૃત્યુ બાદ તેમના પરિવારમાં તેમની પત્ની મીનાક્ષી શર્મા, તેમના ત્રણ પુત્રો પ્રેમ પ્રકાશ શર્મા, સત્ય પ્રકાશ શર્મા અને પંકજ શર્મા અને પુત્રી રેણુ સામેલ છે. ઓપી શર્માના પરિવારજનોએ જણાવ્યું કે, તેમને બાળપણથી જ જાદુગર બનવાનો શોખ હતો. ઓપી શર્માએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તેઓ સપાની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચૂક્યા હતા.

આ પણ વાંચો: હેરી પોટર ફિલ્મમાં હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રાનનું 72 વર્ષની વયે નિધન

Back to top button