ગીરમાં સિંહોનું વેકેશન પૂર્ણ, સિંહદર્શન માટે અભયારણ્યની મજા માણી શકાશે, જાણી લો બુકિંગના સમય
ગીર અભ્યારણ્ય અને ગિરનાર અભ્યારણ્ય હાલમાં સિંહોના ચોમાસાના ચાર મહિના વેકેશનના લીધે બંધ હતું. જે બંને અભ્યારણ્યમાં આજથી ફરી સિંહદર્શન શરુ થશે. ફરીથી સિંહ દર્શન શરૂ થતા સાસણ ફરી ધમધમતું થશે. વિશ્વ વિખ્યાત સાસણ ગીરનું અભ્યારણ્ય સિંહોના ચાર માસના ચોમાસાના વેકેશન બાદ ફરી ખુલશે. આજે ડીએફઓ ડૉ. મોહન રામે આપી લીલી ઝંડી આપી પ્રવાસીઓની ગાડીઓને પ્રવેશ આપ્યો હતો.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી 19મી એ ફરી આવશે રાજકોટ, જાણો આખો કાર્યક્રમ
હાલ વરસાદ બાદ ગીર જંગલનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે તેમજ દીવાળી વેકેશન માટે અત્યારરથી જ ગીરમાં બુકિંગ થવા લાગ્યા છે. સવારે 6 વાગ્યાથી પ્રવાસીઓ નિયમિત સાસણ ગીર અભ્યારણ્યની મુલાકાત લઇ શકશે. ચોમાસાની સિઝન દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું હતું જે ચારેક મહિનાના વિરામ બાદ ફરી એકવાર શરૂ થઈ ગયું છે.
વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કે 15 જૂનથી 16 ઓકટોબર સુધી પ્રાણીઓનું વેકેશન આપવામાં આવતું હોય છે ખાસ કરીને આ સમય સિંહોનો સંવનન કાળ હોય છે અને સિંહોને કોઈ દખલ ન થાય તે માટે દેવળિયા અભિયારણ્ય બંધ કરવામાં આવે છે.
જોકે ધારીમાં આવેલો આંબરડી પાર્ક ખુલ્લો રાખવામાં આવે છે. હવે દીવાળીના સમયમાં આંબરડી તથા દેવળિયા બંને પાર્ક ખુલ્લા રાખવામાં આવશે. અત્યારથી જ સિંહ દર્શનની પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે, ત્યારે પ્રવાસીઓના ધસારાને જોતા ઓનલાઇન પરમિટની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીર વિશ્વભરમાં એશિયાટિંક સિંહ માટે જાણીતુ છે.