મનોરંજન

‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નાં અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન : સંજય મિશ્રાએ વીડિયો શેર કરીને આપી જાણકારી

Text To Speech

હિન્દી થિયેટર જગતમાં એક મોટી ઓળખ ધરાવતા અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થયું છે. તેમનાં સાથીઓ તેમને જીતુભાઈના નામથી બોલાવતા હતા. તેમનાં નિધન પર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને તેમના મૃત્યુ પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે અને અભિનેતા સંજય મિશ્રાએ તેમની સાથે પોતાનો એક વીડિયો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી છે. ‘બ્લેક ફ્રાઈડે’થી લઈને ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ સુધીની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર જીતેન્દ્ર શાસ્ત્રીનું નિધન થતાં બોલિવુડ જગતમાં શોક વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે  ‘RIP કાર્ટૂન નેટવર્ક’ : જાણો શું છે આખો મામલો

હિન્દી થિયેટર સર્કિટમાં જીતુ ભાઈ તરીકે ઓળખાતા જિતેન્દ્ર શાસ્ત્રી એક મજબૂત અભિનેતા હતા અને તેમણે ઘણી ફિલ્મોમાં નાના પણ યાદગાર પાત્રો ભજવ્યા હતા. જોકે હજી સુધી તેમના મૃત્યુનું કારણ બહાર આવ્યું નથી. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માંથી પાસ આઉટ થયા હતા અને થિયેટર જગતમાં ખૂબ જ પ્રખ્યાત હતા. જીતેન્દ્રએ ‘કૈદ-એ-હયાત’ અને ‘સુંદરી’ જેવા અનેક મહાન નાટકોમાં અભિનય કર્યો હતો. આ ઉપરાંત જીતેન્દ્રએ ‘બ્લેક ફ્રાઈડે’, ‘દૌર’, ‘લજ્જા’, ‘ચરસ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ફિલ્મોમાં તેમના મોટાભાગના પાત્રો બહુ લાંબા નહોતા, પરંતુ નાના પાત્રોમાં તેઓ હંમેશા પોતાની આગવી શૈલીમાં છાપ છોડી જતા હતા.

સંજય મિશ્રા અને સિન્ટાએ આપી શ્રદ્ધાંજલિ

જીતેન્દ્રના સાથી કલાકાર, જાણીતા અભિનેતા સંજય મિશ્રાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સંજયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી જીતેન્દ્ર સાથેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં બંને પહાડી વિસ્તારમાં હિમવર્ષા વચ્ચે છે. વીડિયો સાથે સંજયે લખ્યું હતું કે, ‘જીતુ ભાઈ, જો તમે અહીં હોત, તો તમે કંઈક એવું કહ્યું હોત, ક્યારેક એવું શું નથી થતું કે નામ મોબાઈલમાં રહે છે અને વ્યક્તિ નેટવર્કમાંથી બહાર થઈ જાય છે’. તમે હવે આ દુનિયામાં નથી, પરંતુ હંમેશા મારા હૃદય અને મગજના નેટવર્કમાં રહેશો. ઓમ શાંતિ.’

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ તેના ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પરથી જીતેન્દ્ર શાસ્ત્રીના નિધન પર આશ્વાસનનો સંદેશ શેર કર્યો છે. જીતેન્દ્રની તસવીરની સાથે સિન્ટાએ લખ્યું, ‘વિલ મિસ યુ જીતેન્દ્ર શાસ્ત્રી.’

‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી

વર્ષ 2019માં તેમણે અર્જુન કપૂરની ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમનું પાત્ર નેપાળમાં બેઠેલા એક બાતમીદારનું હતું, જે ભારતના કુખ્યાત આતંકવાદીને પકડવામાં ટીમને મદદ કરે છે. તે ફિલ્મમાં તેમના પાત્રના ખૂબ વખાણ થયા હતા. આ સિવાય  ‘ગંગાજલ’ અને ‘લગાન’ જેવી ફિલ્મોના અભિનેતા યશપાલ શર્માએ પણ સોશિયલ મીડિયા પર જિતેન્દ્ર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Back to top button