વિશ્વના લગભગ તમામ દેશોમાં જનતા પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. ખરેખર આ ટેક્સ દ્વારા જ સરકાર જનતા પાસેથી કમાણી કરે છે. આ ટેક્સ પણ સરકાર બે રીતે વસૂલ કરે છે. એક ડાયરેક્ટ અને બીજો ઈનડાયરેક્ટ ટેક્સ. સરકાર પ્રજા પાસેથી ટેક્સ પેટે મેળવેલા પૈસાથી જ વિકાસના કામો કરે છે. પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં જનતા પાસેથી એક રૂપિયાનો પણ ટેક્સ લેવામાં આવતો નથી. આવી સ્થિતિમાં અહીંની સરકાર દેશ કેવી રીતે ચલાવે છે. આવા દેશો ક્યા છે અને તેઓ કમાણી કેવી રીતે કરે છે? ચાલો જાણીએ….
આ દેશોમાં જનતા પાસેથી વસૂલવામાં આવતો નથી ટેક્સ
સાઉદી અરેબિયા, કતાર, યુનાઈટેડ આરબ અમીરાત, ઓમાન, બહેરીન, કુવૈત, બર્મુડા વગેરે એવા દેશો છે જ્યાં જનતાને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. તેમ છતા આ દેશો ઘણા અમીર છે. અહીં પૈસાની કોઈ કમી નથી.
સરકાર ટેક્સ લેતી નથી, આ રીતે કરે છે કમાણી
આ દેશોમાં જનતા પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો નથી, આ દેશો અન્ય રીતે કમાણી કરે છે. આમાં પહેલી રીત છે હાઈ ઈમ્પોર્ટ ડ્યૂટી, જેમાં જે માલ દેશની અંદર આવે છે, આ દેશો બાકીના દેશો કરતાં વધુ આયાત કર (ઈમ્પોર્ટ ટેક્સ) વસૂલે છે. જેના કારણે આ દેશોમાં જેટલી પણ પ્રોડક્ટ ઈમ્પોર્ટ થાય છે, તે પ્રોડક્ટ્સ ખૂબ મોંઘી થઈ જાય છે.
કંપનીઓને ચૂકવવો પડતો નથી કોર્પોરેટ ટેક્સ
જે દેશોમાં સરકાર જનતા પાસેથી ટેક્સ વસૂલતી નથી ત્યાં કંપનીઓએ કોર્પોરેટ ટેક્સ પણ ભરવો પડતો નથી. આ દેશોમાં કમાણી માટે ટૂરિઝમને ઘણો સપોર્ટ આપવામાં આવે છે. જ્યારે આ દેશોમાં પ્રવાસીઓ ફરીને પરત જાય છે ત્યારે તેમની પાસેથી પરત જવાનો પણ ટેક્સ લેવામાં આવે છે.
સેલ્ફ વર્કિંગ મોડલ
આ દેશોના જે ડિપાર્ટમેન્ટ હોય છે, તેઓ સેલ્ફ વર્કિંગ મોડલમાં કામ કરે છે. જેમ કે અહીં રેલવે ડિપાર્ટમેન્ટ છે, તેની જે પણ કમાણી થશે, તે તેમાંથી જ પોતાનો ખર્ચ કરશે. આમાં સરકારની કોઈ ભૂમિકા રહેશે નહીં.