ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં દિવાળીમાં ફટાકડાની દુકાનો ગામની બહાર રાખવા માંગ

Text To Speech
  • અગાઉ પાલિકા સામે ફટાકડાની દુકાનમાં લાગી હતી આગ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના સમયમાં ફટાકડાના વેચાણ માટે તંત્ર દ્વારા વેપારીઓને લાઈસન્સ આપવામાં આવે છે. પરંતુ ક્યારેક આગના લાગવાની ઘટનામાં જીવતા બોમ્બ થઈને બજારમાં ફરતી રેંકડીઓ અને રહેણાંક વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. જેને લઇને ડીસા શહેર બહાર ખુલ્લી જગ્યામાં ફટાકડાની દુકાનો માટે લાઇસન્સ આપવા માટે જાગૃત નાગરિકો દ્વારા માગ કરવામાં આવી છે.

ડીસા શહેરમાં દિવાળી આવતા જ ફટાકડાના વેચાણ માટે લાયસન્સની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેમાં મોટાભાગે રેકડીઓમાં ફટાકડા ભરીને ભર બજારમાં વેચાણ કરવામાં આવતા હોવાથી ક્યારેક આકસ્મિક ઘટનામાં જીવતા બોમ્બ સમાન પુરવાર થાય છે. જ્યારે શહેરના ભગવતી ચાર રસ્તા, લાલ ચાલી વિસ્તાર, ગાંધી ચોક વિસ્તાર સહિત મુખ્ય માર્ગો ઉપર ફટાકડાના વેચાણ માટે હંગામી સ્ટોલ ઊભા કરવામાં આવે છે.

જેને લઈને આ દુકાનની આજુબાજુના વેપારીઓ માટે પણ જોખમ રહેલું છે. જેથી દિવાળીના સમયમાં આવા ફટાકડાના સ્ટોલને ગામ બહાર ખુલ્લી જગ્યામાં આપવા જોઈએ તેવી માંગ શહેરના નાગરિક હરેશભાઈ ઠક્કર અને દરગાજી સંદેશા એ કરી છે. જેમને મામલતદાર થી લઈને એ.ડિ.જી. સુધી આ અંગે યોગ્ય નિર્ણય લેવા પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીર: આતંકવાદી હુમલામાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરાય

Back to top button