સ્પોર્ટસ

ક્રિકેટની ચર્ચામાં એક મિત્રે લીધો બીજા મિત્રનો જીવ! : શું છે આખો મામલો અને #arrestkohli કેમ થઈ રહ્યું છે ટ્રેન્ડ?, જાણો અહીં

Text To Speech

હાલમાં જ એક ઘટના સામે આવી છે જેમાં વિરાટ કોહલી અને RCB ફેને રોહિત શર્માના ફેનનો જીવ લીધો છે. ભારતીય ક્રિકેટરોના એકથી વધુ ફેન જોવા મળે છે, તેઓ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી જાય છે. પોતાના પ્રિય ક્રિકેટરને અમુક લોકો ભગવાનની જેમ પૂજે છે. આવા ખેલાડીઓનો ક્રેઝ તો ઠીક, પરંતુ જ્યારે એક ખેલાડીના પ્રશંસકની વાત બીજા ખેલાડીના ચાહકના મોત સુધી પહોંચી જાય છે, ત્યારે મામલો ગંભીર બની જાય છે. આવી જ એક ઘટના હાલમાં જ સામે આવી છે જેમાં વિરાટ કોહલી અને RCB ફેને રોહિત શર્માના ફેનને માર માર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના ?

તમિલનાડુમાં બે મિત્રો વચ્ચે રોહિત શર્મા અને વિરાટ કોહલીમાં વચ્ચે કોણ શ્રેષ્ઠ ક્રિકેટર છે, આ વાતને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચે વાત એટલી વધી ગઈ કે બંનેએ એકબીજા પર હુમલો કર્યો અને જેમાં રોહિતના ફેન્સનું મોત થઈ ગયું. આ ઘટના 11 ઓક્ટોબર મંગળવારની છે. જ્યારે કોહલીના ફેન ધર્મરાજ અને રોહિતના ફેન વિગ્નેશ નામનાં બંને મિત્રો દારૂ પીને ક્રિકેટની ચર્ચા કરી રહ્યા હતા.

ત્યારે ધર્મરાજ અને વિગ્નેશને RCB અને મુંબઈ વચ્ચે IPLની એક મેચની ચર્ચા કરી રહ્યાં હતા. જેમાં વિગ્નેશ મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માની મજાક ઉડાવતો હતો. તેની સામે વિગ્નેશે પણ કોહલી અને આરસીબીની મજાક ઉડાવી હતી, તો ધર્મરાજ તેને સહન ન કરી શક્યો અને તેણે વિગ્નેશ પર બેટથી હુમલો કર્યો, જેમાં તેણે જીવ ગુમાવ્યો હતો. કીલાપાલુર પોલીસના જણાવ્યા અનુસાર, રોહિત શર્માના ચાહક વિગ્નેશ અને વિરાટ કોહલીના ચાહક ધર્મરાજ મંગળવારે રાત્રે મલ્લુર નજીક સિડકો ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે ખુલ્લા વિસ્તારમાં ક્રિકેટની ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.

આ ઘટના બાદ #arrestkohli ટ્વિટર પર થઈ રહ્યું છે ટ્રેન્ડ

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાતો થઈ રહી છે, જેમાં #arrestkohli ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. પરંતુ જો જોવામાં આવે તો લોકોએ સમજવું જોઈએ કે આમાં ન તો વિરાટ કોહલીનો અને ન તો રોહિત શર્માનો દોષ છે. આવી સ્થિતિમાં, ક્રિકેટર માટે આવી વસ્તુઓનો ટ્રેન્ડ કરવો ખરેખર આશ્ચર્યજનક છે.

Back to top button