ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે આપના નેતા ગોપાલ ઈટાલિયાનો એક બાદ એક વિવાદીત વીડિયો વાઈરલ થતા આપમાં ખડભડાટ મચી ગઈ છે. આપના નેતા અને પ્રદેશ પ્રમુખ તેમના વિવાદીત નિવેદનોને લઈને હાલ ખુબ જ ચર્ચાય રહ્યા છે પહેલા દેશના પીએમ અને તેમની માતાના અપમાનનો વીડિયો વાઈરલ થયો હતો ત્યારે આજે એક બીજો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈટાલિયા હિન્દુ સંસ્કુતી અને સંતોનુ તેમજ ધર્મગુરુઓનુ પણ અપમાન કરી રહ્યા છે.
વિધાન સભાની ચુંટણીની કામગીરી હવે પુર્ણતાને આરે છે ત્યારે પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આવખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા છેલ્લાં કેટલાંક દિવસથી તેમના નિવેદનોને લઈને સતત ચર્ચામાં છે.
ઈટાલીયાનો આજે વધુ એક વિડીયો વાયરલ
ગોપાલ ઈટાલીયાનો આજે વધુ એક વિડીયો વાયરલ થયો છે. ભાજપના મીડિયા કન્વીનર યોગેશ દવે ગોપાલ ઈટાલીયનો વધુ એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ સાધુ સંતો પર પ્રહારો કરી તેમનુ અપમાન કરી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા ક્યારેક મહિલાઓ વિશે, ક્યારેક હિન્દુ ધર્મ અને પરંપરાઓ તો ક્યારેક પ્રધાનમંત્રી વિશે આપત્તિજનક ટિપ્પાણીઓ અને વિવાદિત વીડિયો બનાવતા તેમના વીડિયો તેમના પર જ હવે ભારી પડી રહ્યા છે.
अब इसको भी सुन लो pic.twitter.com/YLnv4zGaJE
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) October 14, 2022
આ વખતે સાધુ સંતે અને ધર્મગુરુનુ અપમાન
મહત્વનું છે કે, આ વખતે ગુજરાતમાં પહેલીવાર ત્રિ-પાંખિયાના ચૂંટણી જંગનું વાતાવરણ ઉભું થયું છે. ચૂંટણીટાણે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર ચાલતો હોય છે એ માહોલ હવે દિવસે-દિવસે ગરમાવો પકડતો જાય છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના છેલ્લાં કેટલાંક દિવસથી એક પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
આ કારણે દિલ્લીમાં અટકાયત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો ગઈકાલે (ગુરુવાર) પીએમ મોદી અને તેમના માતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ થોડા સમય બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. AAPના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર હવે ભાજપ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.