ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

AAPના ઇસુદાન અને ઈટાલિયા આ બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે

Text To Speech

ગુજરાતમાં બે દિવસથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા લાઇમ લાઇટમાં છે. વડાપ્રધાન મોદી પર કરેલ વિવાદિત નિવેદનોના વીડિયો મામલે રાજકીય માહોલ ગરમાયો છે. તેવામાં ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી કે જેમની અવાર નવાર વિવિધ મામલે પ્રતિક્રીયા જોવા મળતી હોય છે. આ ઉપરાંત તેઓ કોઈને કોઈ વાતથી લઈને રાજકીય ચર્ચામાં રહે છે. ત્યારે આ બન્ને આપના મોટા નેતા તરીકે ઉભરી રહ્યા છે. આમ આદમી પાર્ટી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બન્ને નેતાઓને ક્યાં અને કઈ સીટ પરથી લડાવવા તેને લઈને સર્વે કરાવી રહી છે. જેમાં આપના મુખ્યમંત્રી પદના દાવેદાર પણ આ બે લોકો છે તેવી ચર્ચા થઇ રહી છે.

ગુજરાતમાં આપનું નામ બનાવશે આ નેતાઓ

આપ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરી રહી છે. તેવા આ બે નેતાઓ એવા છે કે તે ગુજરાતમાં આપનું નામ કરી શકે છે. તેવામાં સુત્રો પાસેથી માહિતી મળ્યા મુજબ ગોપાલ ઈટાલિયા તથા ઈસુદાન ગઢવીને અલગ અલગ વિસ્તારથી ચૂંટણીના મેદાનામાં ઉતારવામાં આવશે. જેમાં એક નેતા શહેરની સીટ પરથી લડશે તો બીજા નેતાને ગ્રામ્ય સીટ પર લડાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ભાજપના આંતરિક વિગ્રહને કારણે ગૌરવયાત્રા “ફેલ”, કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ફિયાસ્કો

ત્રણ બેઠકો પરથી ઇસુદાનને લડાવાશે

ગુજરાતમાં આપના મોટા નેતાની યાદીમાં સ્થાન પામનાર ઈસુદાન ગઢવી પહેલાથી જ લોકચાહના ધરાવે છે. ટીવી મીડિયામાં રહી ચૂકેલા ઈસુદાન ગઢવીની રાજકીય ક્ષેત્રની નવી કારકિર્દી છે પોતે સૌરાષ્ટ્રથી આવે છે. સૌરાષ્ટ્રમાં પણ કચ્છને બાદ કરતા 48 બેઠકો છે જેથી ત્યાં આમ આદમી પાર્ટીનું પ્રથમ ફોકસ છે. માટે રાજકોટ, જામખંભાળીયા કે દ્વારકા આ ત્રણ સીટ પરથી ઈસુદાન ગઢવીને ઉભા રાખવાને લઈને તખ્તો ઘડાઈ રહ્યો છે માટે આ ત્રણ બેઠકો પરથી અત્યારે સર્વે પણ આપ પાર્ટી કરાવી રહી હોવાની સૂત્રો તરફથી વિગતો મળી રહી છે.

ઇટાલીયા માટે બે જગ્યાથી તખ્તો તૈયાર કરાયો

આ ઉપરાંત આપ પાર્ટીના આખા બોલા નેતા તરીકે ઉભરી રહેલા ગોપાલ ઈટાલીયા પણ આપના મોટા નેતા છે અને પાટીદાર છે. કેટલાક દિવસથી તેઓ પાટીદાર હોવાનું રટણ પણ કરી રહ્યા છે. ત્યારે તેઓ પણ આ પ્રકારે પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે, સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઈટાલિયા માટે બોટાદ અથવા ધારી આ બે જગ્યાથી તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

Back to top button