એક તરફ તહેવારોની સીઝન આવી રહી છે, અને એમાં પણ ચોતરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે હવે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સીઝન પ્રમાણે તેમજ માંગને જોતા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે.
15મી ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી ભાવ વધારો રહેશે
અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને મુકવા જવાનું મોંઘુ પડશે. કારણ કે પ્લેટફોર્મ ટિકિટના દરમાં 1૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ મુસાફરોના સગા સબંધીઓને રૂ.10 ની જગ્યાએ રૂ. 20 ચૂકવવા પડશે. જેમાં તહેવારને લઈને પ્લેટફોર્મ પર વધારે ભીડ ન થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. અને 15મી ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના દર રૂ.20 રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તહેવારોની સીઝનમાં મુસાફરોનો ઘસારો
VIP ક્વોટામાં ટિકિટ કન્ફર્મ કરાવવા માટે લોકોએ 1000 થી 1500 રૂપિયા ચૂકવવા પડશે. આવી સ્થિતિ ન સર્જાય તે માટે રેલવે તંત્ર ઉત્તર પૂર્વ ભારતના અલગ-અલગ રૂટ પર ક્લોન (ડુપ્લિકેટ) અથવા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માંગ કરી રહ્યું છે. હાલમાં મોટાભાગની ટ્રેનોમાં બે-ત્રણ જનરલ કોચ લગાવવામાં આવ્યા છે, પરંતુ તહેવારોની સિઝનમાં જનરલ કોચની સંખ્યા વધારીને પાંચથી છ કરવી જોઈએ. હાલમાં ટ્રેનોમાં સ્લિપ ક્લાસમાં ભારે વેઇટિંગના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનોના આધારે નિશ્ચિત તારીખે ઘરે ન પહોંચી શકવાની વચ્ચે, માત્ર થોડાક આર્થિક રીતે સક્ષમ લોકો જ હવાઈ મુસાફરી તરફ વળ્યા છે.
પ્લેટફોર્મ પર વધારે ભીડ ન થાય તે માટે નિર્ણય લેવાયો
વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 100%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી તમે કોઈ સગા-સંબંધી કે, મિત્ર વર્તુળને રેલવે સ્ટેશને લેવા-મૂકવા જતા પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા, જ્યારે હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે, હવેથી અમદાવાદ રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 20 રૂપિયા કરી દેવાયા છે. દિવાળીની સીઝનમાં ટ્રાફિક વધુ રહેતા હોવાથી ટ્રાફિક ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100થી150%નો વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 20 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે. તો બીજી તરફ ભારતીય રેલવેએ દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું ટેગ આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે.