વર્લ્ડ

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો, હુમલાખોરે 11 વખત છરીના ઘા જીકી દીધા

Text To Speech

ભારતના ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હોય છે. જેમાંય ખાસ કરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા અમેરિકા, રશિયા,અને જાપાન જેવા દેશોમાં વિદ્યાર્થીઓ ભણવા માટે વધુ જતા હોય છે. ત્યારે તાજેતરમાં મળતી માહિતિ અનુસાર ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મુળ આગ્રાનો સિડનીના સાઉથ વેલ્સ વિદ્યાલયમાં PhD કરતા આ વિદ્યાર્થીને 11 વાર ચાકુના ઘા જીકી દેવામાં આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પીડિતાના પરિવારે ભારત સરકારની મદદ માંગી 

રિપોર્ટ અનુસાર આ ઘટના ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં બની હતી અને પીડિત પરિવારે સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીની સ્થિતિ નાજુક હોવાનો દાવો કરીને સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે. પીડિતાના પરિવારે વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિદેશ પ્રધાન એસ જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરનો રહેવાસી

પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનું નામ શુભમ ગર્ગ છે. આ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના આગ્રા શહેરનો રહેવાસી છે. ઓસ્ટ્રેલિયાઈ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જાણકારી અનુસાર હુમલામાં ગંભીરરીતે ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને શુભમની બહેન કાવ્યા ગર્ગે શુભમની સંભાળ રાખવા માટે પરિવારના સભ્યોને સિડની જવા માટે ઈમરજન્સી વિઝાની માંગણી કરી છે. કાવ્યા ગર્ગે ગુરુવારે ટ્વીટ કર્યું, “મારા ભાઈના ઘણા ઓપરેશન થઈ રહ્યા છે અને ડોક્ટરે કહ્યું કે શરીરમાં ચેપ ફેલાઈ રહ્યો છે. હું આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક મદદ માટે વિનંતી કરી રહી છું.”

ઓસ્ટ્રેલિયા પણ કરી રહ્યુ છે મદદ

ઓસ્ટ્રેલિયા હાઈ કમિશનના પ્રવક્તાએ ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારવાની ઘટનાને મુદ્દે જાણકારી આપતા જણાવ્યુ કે સિડનીમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે વિદ્યાર્થીને કોન્સ્યુલર સહાય આપી છે. ઓસ્ટ્રેલિયા હાઈ કમિશન પરિવારના એક સભ્ય માટે વિઝાની સુવિધામાં મદદ કરી રહ્યુ છે. તેમજ શુભમ પર હુમલાખોરે 11 વખત ચાકુથી હુમલો કર્યો છે જેના કારણે શુભમના છાતી, ચહેરા અને પેટ પર ઈજાના નિશાન છે આથી શુભમની હાલત ગંભિર હોવાનું પણ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત, આ પરીક્ષા હવે અંતિમ વર્ષમાં લેવાશે

Back to top button