વર્લ્ડ

મંદીની વાતો વચ્ચે કેમ IMF કરી રહ્યું છે વિશ્વસ્તર પર ભારતના વખાણ

Text To Speech

વિશ્વભરમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે અનેક દેશો પણ તેને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું છે કે આગામી વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વ પર તેની અલગ છાપ છોડશે. IMFના મેનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, G20 દેશોનું નેતૃત્વ કરવા માટે ભારત મજબુતાઈની સ્થિતિ ધરાવે છે. તેમજ અન્ય દેશોની સરખામણીએ ભારતની આગામિ સ્થિતી મજબુત જણાઈ રહી છે. જ્યારે અન્ય અનેક દેશોમાં મંદીના કારણે અર્થવ્યવસ્થા પર અસર થઈ રહી છે. યુએસમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક દરમિયાન ક્રિસ્ટાલિના આ અંગે ભારતની પ્રશંસા કરી હતી. ત્યારે આખરે એવું તો શું છે કે મંદી વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ થઈ રહ્યા છે. તો ચાલો જાણીએ સરકારના સ્ટ્રકચરલ રિફોર્મ વિશે જાણો છો, જેની વિશ્વ બેંક પછી હવે IMF દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે.

(Structural Reforms)માળખાકીય સુધારણા શું છે

સ્ટ્રકચરલ રિફોર્મએ અનિવાર્ય પણે એવા પગલાં છે જે અર્થતંત્રના માળખાને બદલી નાખે છે. એક સંસ્થાકીય અને નિયમનકારી માળખું જેમાં વ્યવસાયો અને લોકો કામ કરે છે. તે સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે કે અર્થતંત્ર યોગ્ય છે અને સંતુલિત રીતે વૃદ્ધિની સંભાવનાને વધુ સારી રીતે વધારવામાં સક્ષમ છે. સરકારે આમાં ઘણા સુધારા કર્યા છે. IMFના વડાએ ભારતના માળખાકીય સુધારાની પણ પ્રશંસા કરી છે. IMFના MD ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાના જણાવ્યા અનુસાર ભારતમાં ડિજિટલ આઈડીથી લઈને ડિજિટલ એક્સેસ સુધી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ડિજિટલાઈઝેશનમાં ઘણો સુધારો થયો છે. ભારતની સફળતા માટે ડિજીટાઈઝેશન એક મોટું પરિબળ રહ્યું છે.

વિશ્વભરમાં ભારતનો ડંકો વાગશે

IMFના એમડીના જણાવ્યા અનુસાર, ભારત મજબૂત સ્થિતિ સાથે G20 દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે અને આવતા વર્ષે G20ના પ્રમુખ તરીકે વિશ્વ પર પોતાની અલગ છાપ છોડી વિશ્વભરમાં ડંકો વાગશે. ભારત 1 ડિસેમ્બર, 2022 થી એક વર્ષ માટે G20 ની અધ્યક્ષતા કરશે. ભારત આ સમયગાળા દરમિયાન દેશભરમાં 200 થી વધુ G20 બેઠકોનું આયોજન કરે તેવી અપેક્ષા છે. રાજ્ય અથવા સરકારના વડાઓના સ્તરે G20 નેતાઓની સમિટ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બર, 2023 દરમિયાન યોજાશે. IMFના એમડીએ એમ પણ કહ્યું છે કે ભારતે ખરેખર સૌર અને અન્ય પ્રકારની પુનઃપ્રાપ્ય ઊર્જાના સંદર્ભમાં છલાંગ લગાવી છે.

IMFના મુખ્ય અર્થશાસ્ત્રીએ પણ વખાણ કર્યા 

IMFના ચીફ ઇકોનોમિસ્ટ પિયર-ઓલિવિયર ગોરિન્ચે પણ ભારતની પ્રશંસા કરી છે. તેમના મતે, જ્યારે વિશ્વના ઘણા દેશો મંદીના ભયથી ઘેરાયેલા છે, ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે. ભારત જેવા અર્થતંત્ર માટે ચોક્કસપણે વિશાળ સંભાવના છે. તમને જણાવી દઈએ કે IMFએ જુલાઈમાં એપ્રિલ 2022માં શરૂ થયેલા નાણાકીય વર્ષમાં ભારત માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં 7.4% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. જો કે, વૃદ્ધિના અનુમાનમાં કાપ હોવા છતાં, ભારત હજુ પણ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતો દેશ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની સરહદ પાર કરીને આવેલા ડ્રોનને BSFના જવાનોએ તોડી પાડ્યું, રમદાસ વિસ્તારમાં થયું ફાયરિંગ

 

Back to top button