રાજસ્થાન બોર્ડર પર ચલણી નોટો બાદ રૂ. 86 લાખની ચાંદી પકડાઈ
પાલનપુર: રાજસ્થાન –ગુજરાત બોર્ડર પર આવેલી માવલ ચેકપોસ્ટ પાસે ગુરુવારની મોડી રાત્રે એક ખાનગી બસખાનગી બસમાંથી રૂ.86 લાખની કિંમતની 142 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. આ ચાંદીનો જથ્થો બસની સીટ નીચે બનાવેલા ખાસ ખાનામાં 9 કટ્ટાઓમાં પેક કરેલો હતો. પોલીસે આ ચાંદીનો જથ્થો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.રાજસ્થાન પોલીસને ચલણી નોટોના બંડલો બાદ 142 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. રાજસ્થાન- ગુજરાતની માવલ ચેક પોસ્ટ પર આબુરોડના રિકો પોલીસ મથકના અધિકારી હરચંદ દેવાસીને મળેલી બાતમીના આધારે સ્ટાફ સાથે માવલ ચેક પોસ્ટ પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન આગરાથી અમદાવાદ જઈ રહેલી એક ખાનગી બસને પોલીસે રોકાવી બસમાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ બસના સીટ નંબર 11 ની નીચે બનાવવામાં આવેલા ખાસ ખાનામાં નવ જેટલા કટ્ટા મળી આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતીઓને હવેથી પરાઠા ખાવા મોંઘા પડશે, ચૂકવવો પડશે 18 GST !!આ કટ્ટામાં સંતાડેલો ગેરકાયદેસર ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે બસના ચાલકની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ આ અંગે તે કંઈ જાણતો ન આવવાનું રટણ કરી રહ્યો હતો. જેથી પોલીસે રૂ. 86 લાખની કિંમતનો 142 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચાંદીના જથ્થામાં પગની પાયલ, કમર બંધ અને બ્રેસલેટ સહિતના આભૂષણો હતા. અત્રે નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ રૂપિયા 5.94 કરોડની ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. હવે રાજસ્થાન પોલીસને ગેરકાયદેસર રીતે અમદાવાદ લઈ જવાતો 142 કિલો ચાંદીનો જથ્થો હાથ લાગ્યો હતો. આમ રિકો પોલીસને ચલણી નોટો બાદ ચાંદીનો જથ્થો ઝડપી લેવામાં બીજી મોટી સફળતા મળી હતી.