ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનની આબરુના ફરી લીરેલીરા ઉડ્યા, અમેરિકા પહોંચેલા નાણા મંત્રીની સામે ચોર-ચોરના નારા

Text To Speech

વોશિંગ્ટનઃ પાકિસ્તાનમાં ભલે જ સત્તા બદલાઈ ગઈ, પરંતુ વૈશ્વિક સ્તરે તેમની છાપને લઈને કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો. પહેલાં પણ અનેક વખત પાકિસ્તાનના નેતાઓને સાર્વજનિક મંચ પર વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ સિલસિલો આજે પણ યથાવત છે. મળતી માહિતી મુજબ અમેરિકામાં પાકિસ્તાનના નાણા મંત્રીને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લોકોને તેમની હાજરીમાં ચોર-ચોરના નારાઓ લગાવ્યા હતા.

જાણકારી મુજબ, પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડાર ગુરુવારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ જાહેરમાં તેમને ચોર તેમજ જૂઠ્ઠાં કહ્યાં. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ગુસ્સામાં લાલચોળ થઈ ગયા પાકિસ્તાની અધિકારી
વીડિયોમાં જોવા મળે છે કે પાકિસ્તાની મંત્રીને એક વ્યક્તિ કહી રહ્યો છે, તમે જૂઠ્ઠાં છો, ચોર છો. જે બાદ તેમની સાથે ચાલી રહેલો એક અધિકારી ગુસ્સે ભરાયો હતો. તે લોકોને જવાબ આપવા માટે આગળ આવે છે અને ગુસ્સામાં કહે છે, તમારું મોઢું બંધ રાખો. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર દલીલ પણ થાય છે.

મરિયમ ઔરંગઝેબને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો
આ પહેલાં પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબને પણ આવા જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની વાત છે, મરિયમ ઔરંગઝેબ લંડન ગઈ હતી. આ દરમિયાન ઈમરાનના સમર્થકોએ મરિયમ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે જનતાના પૈસા લુંટીને તમે લંડનમાં મોજ કરી રહ્યાં છો.

 

Back to top button