ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ચૂંટણી આવતા યાત્રાઓની શ્રૃંખલા શરૂ થાય છે, જાણો કારણ

Text To Speech

ભાજપ સામાન્ય રીતે કોઈ પણ બહાના હેઠળ લોકોની વચ્ચે રહેવા માટે અલગ અલગ કાર્યક્રમ કરે છે. જે પૈકી યાત્રા એક એવુ માધ્યમ છે કે મોટાભાગની ચૂંટણીઓ પહેલા ભાજપ યાત્રા સ્વરુપે આખા રાજ્યમા ભ્રમણ કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ મુખ્યમંત્રીઓના સમયમા ચૂંટણી સમયે જ કોઈને કોઈ યાત્રાઓનું આયોજન કરાયુ હતું જેનાથી લોકો વચ્ચે નેતાઓ જઈ ચૂંટણીનો લાભ લઈ શકે છે.

 

જાણો કઇ યાત્રા ક્યારે કઈ યાત્રા યોજાઈ

સૌ પ્રથમ લાલ કૃષ્ણ અડવાણીની આગેવાનીમાં સોમનાથથી 1990મા રામ રથયાત્રા નિકળી અને ત્યાર બાદ ભાજપની સ્થાપના અને લોકસભામા ભાજપની બેઠકો વધવાની શરુ થઈ હતી. ત્યાર બાદ 1991-92 મા મુરલી મનોહર જોશીની આગેવાનીમાં એકતા યાત્રા નિકળી હતી. રાજ્યમા નિકળતી મોટાભાગની આ યાત્રાઓ જોઈએ તો કોઈને કોઈ ચૂંટણી પહેલા જ આયોજન કરવામાં આવે છે. આ પ્રકારે ભાજપ લોકોની વચ્ચે જાય છે તેમ રાજકીય વિશ્લેષકો માને છે. જેમાં ભાજપનુ એક વિશેષ આયોજન હોય છે અને કેટલાક લોકોને એની જવાબદારી સીધી સોપાય છે કે આ આખી વ્યવસ્થા તેમને જોવાની હોય છે. યાત્રા પાછળ રાજકીય હેતુની સાથે સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતી ભાજપ આ વખતે ગૌરવ યાત્રા કરી રહી છે. જે આગામી સમયમાં સફળ થતી દેખાય છે.

ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરાઇ

ગુજરાતમા પણ કેશુભાઈ પટેલ બાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને 2002ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ મોદીએ ગુજરાત ગૌરવ યાત્રા સમગ્ર રાજ્યની અંદર ફરી હતી અને ભાજપ ગુજરાતમાં બહુમતી સાથે શાસનમાં આવી બાદમા 2003 મા શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ગુજરાત લાવ્યા ત્યારે પણ મોદીએ યાત્રા કાઢી હતી. બાદમા તત્કાલીન મુખ્યમંત્રીએ 2012મા સ્વામી વિવેકાનંદ જન્મદિવસ નિમિત્તે યાત્રા કાઢી તો ફરી એક વાર ગુજરાત ગૌરવ યાત્રા 2017મા વિધાનસભા ચૂંટણી પહેલા કાઢવામાં આવી હતી. જ્યારે 2021 ભાજપે માત્ર ત્રણ મહિનમા જ બે યાત્રાઓ કાઢી જેમા પ્રથમ યાત્રા કેન્દ્રીય મંત્રીઓની આગેવાનીમાં આખા રાજ્યમા 10 હજાર કરતા વધુ કિલોમીટર ફરી જ્યારે હાલમાં આખા રાજ્યમા તમામ 24 મંત્રીઓ અલગ અલગ જીલ્લાઓમા યાત્રા કાઢી
રહ્યાં છે. હવે જ્યારે વિધાનસભા 2022 ચૂંટણી જાહેર થવાની છે તે પહેલા જ રાજ્યની તમામ બેઠકોને આવરી લેતી ગુજરાત ગૌરવ યાત્રા ચાલુ કરી છે.

Back to top button