નેશનલવર્લ્ડ

UN માં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર રૂચિરા કંબોજ કોણ છે?

Text To Speech

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વિશેષ સત્ર દરમિયાન રુચિરા કંબોજે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેણે ફરી એકવાર પાકિસ્તાનને સંદેશ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. તેણે પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર જેવા મોટા પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. રૂચિરા કંબોજ 1987 બેચની ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત છે.

INDIA PAKISTAN IN UN
પાકિસ્તાનના રાજનાયક મુનીર અકરમ સતત કાશ્મીરની સ્થિતિને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે તુલના કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે તેમની બોલતી બંધ કરી દીધી.

કોણ છે રૂચિરા કંબોજ?

ભારતીય વિદેશ સેવા અધિકારી રૂચિરા કંબોજે ઓગસ્ટ 2022 માં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નવા કાયમી પ્રતિનિધિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત છે. રૂચિરા 1987 બેચની IFS ઓફિસર છે. અગાઉ તે ભૂટાનમાં ભારતના રાજદૂત હતા. તેણીએ દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર તરીકે પણ સેવા આપી છે. 2011 થી 2014 સુધી, તે ભારતના પ્રોટોકોલ ચીફ તરીકે કામ કરતી હતી.

Ruchira Kamboj
Ruchira Kamboj

બહુવિધ જવાબદાર હોદ્દાઓ પર કામ કરવાનો અનુભવ

રુચિરા કંબોજને જૂન 2022 માં સંયુક્ત રાષ્ટ્ર (UN) મુખ્યાલયમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એમ્બેસેડર ટી.એસ. તિરુમૂર્તિનું અનુગામી બન્યા હતા. રૂચિરા કંબોજે ફ્રાન્સમાં થર્ડ સેક્રેટરી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસમાં 1989 થી 1991 સુધી ત્રીજા સચિવ તરીકે જવાબદારી નિભાવી હતી.

1991 થી 1996 સુધી રૂચિરા કંબોજે વિદેશ મંત્રાલયના યુરોપ પશ્ચિમ વિભાગમાં અધિક સચિવ તરીકે સેવા આપી હતી. તે 1987 સિવિલ સર્વિસીસ બેચની અખિલ ભારતીય મહિલા ટોપર હતી.

આ પણ વાંચો : UNGAમાં ફરી પાકિસ્તાનનું નાક કપાયું, રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા વચ્ચે કાશ્મીર રાગ આલાપતાં ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Back to top button