લાઈફસ્ટાઈલહેલ્થ

શાકાહારીઓ માટે આ છે 5 શ્રેષ્ઠ પ્રોટીન આહાર: ઇંડા કરતાં પણ વધુ માત્રામાં હોય છે પ્રોટીન

Text To Speech

આપણામાંના ઘણા એવુ માને છે કે પ્રોટીનની જરૂર માત્ર એવા લોકોને જ હોય ​​છે જેઓ બોડી બિલ્ડીંગ અથવા મસલ ગેઈન કરવા માંગતા હોય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જે લોકો સ્વસ્થ જીવન ઈચ્છે છે તેમના માટે પણ પ્રોટીન ખુબ જ જરૂરી છે. આ સિવાય જ્યારે પણ પ્રોટીનની વાત આવે છે ત્યારે એવી અફવા છે કે તે માત્ર નોન-વેજ ફૂડમાંથી જ મળે છે. પરંતુ સત્ય એ છે કે નોન-વેજ ફૂડમાં પૂરતી માત્રામાં પ્રોટીન હોતું જ નથી, જ્યારે વેજમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. આજના લેખમાં, અમે એવા 5 શાકાહારી ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તેની સાથે તે બજારમાં સરળતાથી અને સસ્તામાં ઉપલબ્ધ થઈ શકે છે.

શાકાહારીઓ માટે 5 શ્રેષ્ઠ પ્રોટીન આહાર:

SOYA- HUM DEKHENGE
સોયા ચંકના 100 ગ્રામના પેકેટમાંથી લગભગ 52 ગ્રામ પ્રોટીન મળે છે.

સોયા ચંક:

શાકાહારીઓ માટે સોયા ચંક પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. સોયા બજારમાં સસ્તા ભાવે સરળતાથી મળી રહે છે. સૌથી સારી વાત એ છે કે તે ઓછી કિંમતે ઉચ્ચ માત્રામાં પ્રોટીન પ્રદાન કરે છે. સોયા ચંકના 100 ગ્રામના પેકેટની કિંમત માત્ર 20 રૂપિયા છે અને તેંમાથી લગભગ 52 ગ્રામ પ્રોટીન મળે છે.

OTS- HUM DEKHENEG
ઓટ્સને આજના સમયમાં ભારતના ઘણા ઘરોમાં સવારના નાસ્તા તરીકે લેવામાં આવે છે.

ઓટ્સ:

ઓટ્સ આજના સમયમાં ભારતના ઘણા ઘરોમાં સવારના નાસ્તા તરીકે ખાવામાં આવે છે. ભારતીય બજારમાં ઇન્સ્ટન્ટ ઓટ્સ રેસિપીની ઘણી બ્રાન્ડ ઉપલબ્ધ છે, જેની કિંમત વધુ છે પણ તેના પેકેટ્સ બજારમાં સરળતાથી મળી શકે છે અને આ સાથે તે પ્રોટીનનો સારો વિકલ્પ છે.

HUM DEKHENEGE
કાળા ચણામાંથી કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફાઈબર વગેરે પણ મળે છે.

કાળા ચણા:

કાળા ચણા પણ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આ સાથે કાળા ચણામાંથી કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફાઈબર વગેરે પણ મળે છે. ભારતમાં ચણાની ઘણી જાતો જોવા મળશે. જેમાં કાળા ચણાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. 100 ગ્રામ કાળા ચણાની કિંમત માત્ર 10 રૂપિયા છે અને તે 19 ગ્રામ પ્રોટીન આપે છે.

PEANUTS- HUM DEKHENEG
મગફળીમાં પ્રોટીનની સાથે ફેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

મગફળી:

મગફળીમાં પ્રોટીનની સાથે ફેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. શાકાહારીઓ માટે તે પ્રોટીનનો સારો વિકલ્પ છે અને તેની કિંમત પણ વધારે નથી. તમને 100 ગ્રામ મગફળીમાંથી 25 ગ્રામ પ્રોટીન મળે છે, જેની કિંમત બજારમાં માત્ર 18 રૂપિયા છે.

SEEDS- HUM DEKHENEGE
100 ગ્રામ કોળાના બીજલગભગ 32 ગ્રામ પ્રોટીન આપે છે.

કોળાના બીજ:

મોટાભાગના લોકો પીસેલા બીજ વિશે જાણતા નથી, તેઓ શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. જો કે, તે અન્ય પ્રોટીન સ્ત્રોતો કરતાં સહેજ વધુ ખર્ચાળ છે. 100 ગ્રામ કોળાના બીજની કિંમત 60 રૂપિયા છે, જે લગભગ 32 ગ્રામ પ્રોટીન આપે છે.

આ પણ વાંચો:શું Intermittent fasting વજન ઘટાડવાની યોગ્ય રીત છે?

Back to top button